પશુપાલન નિયામક

પશુ પ્રદર્શન

રાજયમાં પશુપાલકોએ પશુપાલન વ્યવસાયને ખેતીના પુરક વ્યવસાય તરીકે અપનાવવામાં આવેલ હતો. હવે પશુપાલકો તેને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવેલ છે. પશુપાલન ખાતા ધ્વારા પશુપાલકોને તાંત્રિક માર્ગદર્શન પુરુ પાડવા અને આ વ્યવસાય વધુ નફાકારક પુરવાર થાય અને પશુપાલકોની અધતન શોધખોળ અને તાંત્રિક જ્ઞાનની માહીતી મળી રહે તે માટે વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ છે.

પશુપાલન વ્યવસાયમાં અધતન સંશોધન પ્રવૃતિઓની જાણકારી દુર-દુરના ગામડે વસતા પશુપાલકો સુધી પહોચે તે માટે ખાતાના પ્રદર્શન એકમ ધ્વારા વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ અને પ્રચાર અને પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કામગીરીમાં સહભાગી થતા જીલ્લા પંચાયતોની પશુપાલન શાખાઓ ધ્વારા પોર્ટેબલ પ્રદર્શન એકમની સ્થાપના કરવામાં આવેલ છે.

પ્રદર્શન એકમ:-

ખાતા ધ્વારા તૈયાર કરવામાં આવેલ લેમીનેટેડ ફોટોગ્રાફસ,લેમીનેટેડ ચાર્ટસ,બેનર તથા નમુનાઓ વડે પશુપાલન ખાતા ધ્વારા તથા જીલ્લા પંચાયતો ધ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓ જેવી કે પશુસારવાર કેમ્પો,પશુ વધ્યત્વ નિવારણ શિબિરો.કૃષિમહોત્સવ,ખસીકરણ,રસીકરણના પોગ્રામ,કૃમિનાશક દવાઓ પીવડાવવાના કાર્યક્ર્મો,અને કાફ રેલીનું આયોજન વગેરે દરમ્યાન પ્રદર્શન ગોઠવી પશુપાલકોને અધતન માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત રાજયમાં યોજવામાં આવતા લોકમેળા તથા ધાર્મિક મેળાઓમાં પણ સ્ટોલ ગોઠવી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પશુપાલકોને પશુપાલનની અધતન પધ્ધતિઓ શોધખોળની માહિતી આપવામાં આવે છે.પેમ્ફલેટ, ફોલ્ડર, કેલેન્ડર, બુકલેટ વગેરે તૈયાર કરીને પશુપાલકોને વિતરણ કરવામાં આવે છે.

ટી.વી. પ્રોગ્રામ:-

ખાતાના નિષ્ણાંત તજજ્ઞો ધ્વારા અલગ અલગ વિષય બાબતે રૂબરૂ જઈને પ્રશ્નોતરીના રૂપમાં કાર્યક્ર્મો તૈયાર કરી દુરદર્શન ધ્વારા ગ્રામ જગત કાર્યક્રમમાં પોગ્રામો રજુ કરવામાં આવેલ છે.

વાયુ વાર્તાલાપ:-

ખાતાની પ્રવૃતિઓ અને તાંત્રિક વિષયોને આવરી લેતા વિષયો ઉપર પોગ્રામ તૈયાર કરી તેમજ પ્રશ્નોતરીના કાર્યક્ર્મ આકાશવાણી ધ્વારા "ખેડૂત મંડળ” આકાશવાણી અમદાવાદ/વડોદરા અને રાજકોટ ઉપરથી પ્રસારિત કરવામાં આવે છે.

(અ) તરણેતર પશુ મેળાનું આયોજન:-

રાજયમાં વિવિધ સ્થળે લોક્મેળાના આયોજન સાથે પશુપ્રદર્શન હરીફાઈ અને વિવિધ પશુપાલન સંસ્થાઓ ધ્વારા પશુપ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. આમ તરણેતર ખાતે યોજાતા લોક મેળામાં પશુપ્રદર્શન હરીફાઈના આયોજનમાં રાજયની પ્રખ્યાત વિવિધ પશુધનની ઓલાદો જેવી કે (૧) ગીર વર્ગ (ગાય, વોડકી, સાંઢ) (૨) કાંકરેજ વર્ગ (ગાય, વોડકી, સાંઢ) (૩) જાફરાબાદી વર્ગ (ભેંસ, ખડેલુ(જોટું),પાડો) (૪) બન્ની વર્ગ (ભેંસ, ખડેલુ(જોટું), પાડૉ)ની પશુપ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં પશુપાલકો પશુપાલનની સંવર્ધન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ/ગૌશાળાઓ/પશુસંવર્ધન કેન્દ્રો પોતાના શુધ્ધ ઓલાદના નર/માદા/વોડકી/ખડેલુ (જોટું) પશુઓ, લઈને પશુપ્રદર્શન હરીફાઈ માટે મેળામાં ભાગ લે છે.

આ પશુપ્રદર્શન હરીફાઈમાં પશુઓને વર્ગવાર હરીફાઈ યોજી પશુઓને વર્ગવાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય ઇનામો તેમજ આશ્વાસન ઇનામો તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. કોઈપણ વર્ગના પશુઓ પૈકી એક પશુને ચેમ્પીયન ઓફ ધી શોનું ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે,

(બ) બન્ની પશુમેળો- (હોડકા) કચ્છ-ભૂજ ખાતે બન્ની પશુ મેળાનું આયોજન બન્ની પશુઉછેરક માલધારી સંગઠન કચ્છ-ભુજ ધ્વારા કરવામાં આવે છે. જેમાં કુલ રૂ|. ૫.૦૦ લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન:-

સમગ્ર રાજયમાં પશુપાલન વ્યવસાય વિસ્તરેલો છે. રાજયમા ગાય, ભેંસ,પાલન મુખ્ય છે. અને સાથે દુધ ઉત્પાદન વ્યવસાય રાજયના દરેક ગામડામાં ફેલાયેલ છે. આ સિવાય ઘેટા-બકરા પાલન તેમજ મરઘાંપાલન વ્યવસાય પણ કેટલાક ગામડામાં થાય છે. પશુપાલકો પશુપાલન વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે અપનાવે તે માટે પ્રચાર-પ્રસાર વિસ્તરણ અને આ અંગેની તાલીમ કામગીરીઓ માટે રાજયના જીલ્લા કક્ષાએ એક કડીરૂપ તાલીમ પામેલ પશુપાલક હોય તે રાજય માટે અને દેશ માટે જરૂરી છે. તેથી પશુપાલકો આ વ્યવસાય અસરકારક ભૂમિકા બજાવી શકે અને પશુપાલન વ્યવસાય ઝડપથી વૈજ્ઞાનિક પધ્ધતિથી અપનાવે તે માટે પશુપાલન શિબિર કમ પ્રદર્શન એક જિલ્લા દીઠ બે શિબિર જેમાં શિબિર દીઠ અંદાજીત "૪૦૦” પશુપાલકો માટે રાજયમાં કુલ "૬૬” શિબિરની યોજના છે.

(અ) તાલુકા કક્ષાએ પશુપાલન શિબિરનું આયોજન: -

પશુપાલન વ્યવસાય પશુપાલકોને ઘેર બેઠાં રોજીદી આવક પુરી પાડે છે. આથી રાજયના પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાયને અપનાવે જેથી પશુઓની ઉત્પાદન શકિત અને ઉત્પાદકતામાં વધારો થશે. જેથી પશુપાલન વ્યવસાય પોષણક્ષમ બનશે. જેમાં પશુપાલકોને પશુઆરોગ્ય, પશુપોષણ પશુસંવર્ધન પશુમાવજત અને લાઈવ સ્ટોક ટેકનોલોજીના તજજ્ઞો ધ્વારા વિષેશ માહિતી વૈજ્ઞાનિક ઢબે પુરી પાડવામાં આવે છે. તાલુકા દીઠ એક શિબિરમાં અંદાજીત "૩૦૦” પશુપાલકો સાથે આયોજન કરવામાં આવે છે. "૨૪૮” તાલુકા પશુપાલન શિબિરના લક્ષ્યાંક છે.

(બ) પ્રચાર પ્રસારની કામગીરી

પ્રસાર-પ્રચારની કામગીરીનું આયોજન જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવે છે.

આ કામગીરીમાં નાણાંકીય જિલ્લાને ફાળવેલ જોગવાઈ મુજબ પશુપાલન વિષય તાંત્રિક કામગીરીનું પ્રચાર-પ્રસારની કામગીરી વિવિધ માધ્યમ ધ્વારા કરવામાં આવે વશે. આ કામગીરી જેવી કે પોસ્ટર, હોર્ડીગ, બેનર, એસ.ટી. પેનલ જેવી વિવિધ કામગીરી નો સમાવેશ થાય છે. તેમજ રાજય સરકારશ્રી ધ્વારા આયોજીત કાર્યક્રમોમાં, ટેબ્લોની વગેરેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

(અ) રાજયમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારના વિતરણ-સમારોહના આયોજન:-

આ યોજનામાં તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કાર તેમજ રાજય કક્ષાના પુરસ્કારનો સમાવેશ કરી પશુપાલન ક્ષેત્રે સફળ અને શ્રેષ્ઠ કામગીરી માટે પશુપાલકોને પુરસ્કાર ધ્વારા બિરદાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં પશુઓની ઉત્પાદકતા વધતી નથી. પરંતુ પુરસ્કાર વિજેતા પશુપાલકો ધ્વારા અન્ય પશુપાલકોને પશુપાલન વ્યવસાય હાથ ધરવા મોટીવેશન (માર્ગદર્શન) મળે છે. તેમજ રાજયની ગાયો અને ભેંસોની શ્રેષ્ઠ ઓલાદોના ઉચ્ચ આનુંવશીક (જીનેટીક પ્રિઝર્વેસન) ગુણોની જાળવણી કરવા માટે ખેડૂતો આગળ આવશે અને દેશી પશુધનની સાચવણી થશે. જેથી પશુપાલક આર્થિક રીતે પગભર થશે.

આ યોજનાથી પશુ ઉત્પાદકતામાં સીધો ફાયદો થતો નથી. પણ પશુપાલન ક્ષેત્રે પશુપાલકો ધ્વારા મોટીવેટેડ થઈ ઉચ્ચ આનુંવશીક ગુણો ધરાવતા પશુઓની જાળવણી, પશુઓલાદ સુધારણા કાર્યક્ર્મમાં સહાય અને પશુપાલન વ્યવસાય અંગે પ્રાયોગીક માર્ગદર્શન આ પુરસ્કારની યોજના ધ્વારા પશુપાલકોને મળી રહે તે માટેની યોજના છે.

બોલીઓ અને શરતો :-

રાજયના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારના વિતરણ-સમારોહના આયોજન માટેની યોજનાની બોલીઓ અને શરતોનીચેપ્રમાણે રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે રસ ધરાવતા પ્રગતિશીલ પશુપાલકે ikhedut portal પર અરજી કરવાની રહે છે.

શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વ્યકિતગત પશુપાલકો માટે છે. જેના માટે નીચે મુજબના ૧ થી ૬ ક્ષેત્રો નક્કી કરવામાં આવેલ છે.

 • શુધ્ધ સંવર્ધન ધ્વારા ગાય/ભેંસનું નફાકારક પશુપાલન ફાર્મ (૧૫થી વધારે પશુઓ)
 • દૂધ ઉત્પાદન અને મૂલ્ય વૃદ્ધિ (વેલ્યુ એડિશન)થી સફળ પશુપાલન
 • ડેરી ઉધોગમાં નવીન ટેકનોલોજીના ઉપયોગ થકી સફળ પશુપાલન
 • સફળ પશુપાલન – ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા
 • સફળ પશુસંવર્ધક - વાછરડી/પાડી ઉછેર માટે આદર્શ વ્યવસ્થાપન
 • પશુસંવર્ધન,પશુપોષણ,પશુરહેઠાણ,પશુ સ્વાસ્થ્ય અને પશુમાવજતથીસફળપશુપાલન

પશુપાલનના ઉક્તક્ષેત્રો સાથે સંકળાયેલ રાજ્યના પુરુષ કે મહિલા પશુપાલક કે જેમણે પોતાની આગવી સુઝ અને પ્રયોગદ્વારા સિધ્ધિ હાંસલ કરી હોય તેમણે સંપુર્ણ વિગતો ફોટોગ્રાફ્સ સહિત તથા ઉક્ત ક્ષેત્ર ટાઈપ કરેલ દરખાસ્તનિયત નમુનામાં રજૂ કરવાની રહેશે. અધૂરી વિગત કે ફોટોગ્રાફ્સ કે વિડીયો ક્લીપ્સ સિવાયની અરજી માન્ય રહેશે નહીં.

પુરસ્કારની દરખાસ્ત કરતી વખતે છેલ્લા ત્રણ વર્ષના આવક, જાવક, નફાની વિગતો ધરાવતા એકાઉન્ટ દરખાસ્તની સાથે બિડાણમાં રાખવા જરૂરી છે.

નિર્દિષ્ટ કરવામાં આવેલ બધા જ ક્ષેત્રો પૈકી જ પુરસ્કાર માટે વિજેતા પશુપાલકો (૧) તાલુકા કક્ષાના પ્રથમ, દ્વિતિય (૨) જિલ્લા કક્ષાના પ્રથમ, દ્વિતિય અને (૩) રાજય કક્ષાના પ્રથમ, દ્વિતિય અને તૃતીય પુરસ્કાર) નક્કી કરવામાં આવે છે. આમ તાલુકા કક્ષાના કુલ ૪૯૬,જિલ્લા કક્ષાના "૬૬” અને રાજય કક્ષાના "૩” આમ કુલ "૫૬૫” પુરસ્કાર આપવામાં આવે છે.

નિર્દિષ્ટ કરેલ વિવિધ કમિટી દ્વારા તાલુકા કક્ષા/જિલ્લા કક્ષાના અને રાજય કક્ષાના વિજેતાઓ નક્કી કરવામાં આવે છે.

(બ) રાજય કક્ષાની કચેરી ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ધ્વારા પશુપાલન શિબિર કમ પ્રદર્શનના આયોજન માટેની યોજના :-

સમગ્ર રાજયમાં પશુપાલન વ્યવસાય વિસ્તરેલો છે. રાજયમાં ગાય, ભેંસ,પાલન મુખ્ય છે. અને સાથે દુધ ઉત્પાદન વ્યવસાય રાજયના દરેક ગામડામાં ફેલાયેલ છે. આ સિવાય ઘેટા-બકરા પાલન તેમજ મરઘાંપાલન વ્યવસાય પણ કેટલાક ગામડામાં થાય છે. પશુપાલકો પશુપાલન વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે અપનાવે તે માટે પ્રચાર-પ્રસાર વિસ્તરણ અને આ અંગેની તાલીમ કામગીરીઓ માટે રાજયના જીલ્લા કક્ષાએ એક કડીરૂપ તાલીમ પામેલ પશુપાલક હોય તે રાજય માટે અને દેશ માટે જરૂરી છે. તેથી પશુપાલકો આ વ્યવસાય અસરકારક ભૂમિકા બજાવી શકે અને પશુપાલન વ્યવસાય ઝડપથી વૈજ્ઞાનિક પધ્ધતિથી અપનાવે તે માટે પશુપાલન શિબિર કમ પ્રદર્શન રાજય કક્ષાની કચેરી ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટક દીઠ અંદાજે "૪૦૦” પશુપાલકો x ૧ શિબિર (કુલ ચારસો પશુપાલકો) માટે રાજય માં કુલ "૧૧” શિબિરોની યોજના છે.

પ્રચાર-પ્રસારની કામગીરી:-

ગ્રામ્ય અર્થતંત્રમાં પશુપાલન વ્યવસાય મોખરાનું સ્થાન ધરાવે છે. તેમજ રાજ્ય ગાય,ભેંસ, ઘેટાં-બકરા, ઊંટ તથા અશ્વની ખ્યાતનામ ઓલાદો પણ ધરાવે છે. આથી પશુપાલકોને પશુપાલન વ્યવસાય અંગે તાંત્રિક માહિતી અને યોજનાકીય જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

આમ, પશુપાલકોમાં પશુપાલન વિષયક તાંત્રિક અને યોજનાકીય રાજય વ્યાપી જાગૃતિ માટે પ્રચાર-પ્રસારની કામગીરી માટે ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે ટીવી, રેડિયો દ્વારા ક્વીકી, ડોક્યુમેન્ટરી બનાવડાવી તેના પ્રસારણથી તથા I khedut ધ્વારા તથા SMS ધ્વારા પ્રચાર-પ્રસાર, તેમજ પ્રિન્ટ મીડિયા જેવા કે પેંફ્લેટ, પુસ્તિકા, ન્યૂઝ પેપરમાં જાહેરાત, સ્ક્રોલર, ચાર્ટસ, ખરીદી, પોસ્ટર, બેનર, હોર્ડીંગ્સ તૈયાર કરીને તેમજ રાજય સરકારના વિવિધ કાર્યક્રમોમાં લાભાર્થીઓ તથા રોડ શો, ટેબ્લો ,એસટી પેનલ અને પ્રચાર-પ્રસારના અન્ય માધ્યમો દ્વારા તથા રાજય કક્ષાના ખાસ કાર્યક્રમોમાં જેવા કે, કૃષિમહોત્સવ, પશુ આરોગ્યમેળા, રસીકરણ ઝુંબેશ વગેરે કાર્યક્રમોમાં પશુપાલકોમાં જાગૃતિ લાવવા સારું રાજય કક્ષાના પશુપાલન વિષયાંક કાર્યક્રમોમાં લાભાર્થીઓ તથા પશુપાલકોમાં જાગૃતિ લાવવા તથા લઈ જવા માટેનો વાહતુક ખર્ચ વિભાગના જે તે જિલ્લાના લાભાર્થી તથા વિભાગ બહાર લાભાર્થી માટે પ્રતિ લાભાર્થીનો ખર્ચ નિયમોનુંસાર કરી કામગીરી કરવામાં આવે છે

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation