પશુપાલન નિયામક

જવાબદાર નાગરિકો માટે નાગરિક અધિકારપત્ર

લોકશાહીમાં લોકો માટેની સરકારનો ખ્યાલ અમલમાં મૂકાયેલો છે. નાગરિકોને રાજયના વહીવટ તંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકાર છે. નાગરિકોની રજૂઆત, પ્રશ્નો નાગરિક સુવિધા કેન્દ્રમાં પહોંચ આપીને સ્વીકારવામાં આવશે જેની નોંધ અલગ અઘતન રજીસ્ટરમાં રાખવામાં આવશે તથા નાગરિકોની જાણકારી માટે વિભાગની કામગીરી દર્શાવતુ બોર્ડ/માહિતી પત્રક રાખવામાં આવશે. કયા કામ માટે કોની પાસે જવુ, કેમ અરજી કરવી, કેમ ફરીયાદ નોંધાવવી, વગેરે બાબતોમાં નાગરિકો ઠીક ઠીક અંધારામાં હોય છે. વળી ઘણીખરી વહીવટી કામગીરીઓ માટેની મહત્તમ સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલ છે. નિશ્ચિત સમયમાં કામ ન થાય તો નાગરિક ઉપરી અધિકારી સમક્ષ ફરીયાદ કરી શકે છે. પરંતુ એ ફરિયાદ ત્યારે જ કરી શકે કે જયારે એને આ બધી બાબતોની જાણ હોય, વાસ્તવમાં લોકશાહીમાં આ બધી જાણકારી દરેક નાગરિકને પ્રાપ્ત થવી જોઈએ. આવી માહિતી આપના સરકારી ખતપત્રને નાગરિક અધિકાર પત્ર કહી શકાય છે.

પશુપાલન ખાતા દ્વારા મુખ્યત્વે પશુઓના આરોગ્યને લગતી સેવાઓ પશુ સારવાર સંસ્થા ખાતે સરકારશ્રીએ નકકી કરેલ કેસ ફી નો દર લઈ, ફીની રસીદ કુપન સ્વરૂપે આપી જરૂરી સારવાર આપવામાં આવે છે. જયારે પશુ ચિકિત્સક અને પશુધન નીરિક્ષકને પશુસારવાર માટે ખાનગી વીઝીટે બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીએ નકકી કરેલ દરો મુજબ તેમને ફી(રૂપિયા) ચૂકવવાની રહે છે. આ ફી સ્વીકારતી વખતે અધિકારી/કર્મચારીએ નિયત રસીદ ફરજીયાતપણે પશુપાલકને આપવાની રહે છે. પશુ દવાખાના/પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખાનગી વીઝિટ ફીના દરો, અંગત વાહન વપરાશ માટેના અને સારવાર માટેની જરૂરી દવા સામગ્રી અંગેના દરોનો ચાર્ટ જે તે સંસ્થા ખાતે રાખવામાં આવેલા છે.

ક્ષેત્રિય કર્મચારીઓ દ્વારા હડકવા સિવાય બાકીના તમામ ચેપીરોગ સામે રક્ષણ આપવા બધા પશુ-પક્ષીને રોગ પ્રતિકારક રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. ૧૦૦૦ થી વધુ મરઘાંની સંખ્યા હોય તો નિયત ફી લઈ રસીકરણ કરવામાં આવે છે.

જિલ્લા મથકે વિવિધલક્ષી પશુચિકિત્સાલય દ્વારા વિષય નિષ્ણાંત તબીબો દ્વારા આધુનિક પશુ સારવાર આપવામાં આવે છે. આ સંસ્થાઓ ખાતે પશુ સારવાર સેવા માટે સરકારશ્રીએ નિયત કરેલ કેસ ફી લઈ સેવા સારવાર આપવામાં આવે છે. એકસરેની જો સગવડ ઉપલબ્ધ હોયતો નિયત ફી લઈ એકસરે કાઢી આપવામાં આવે છે. પશુપાલક દ્વારા ચૂકવેલ ફીની રસીદ અસલ કુપન સ્વરૂપે આપવામાં આવે છે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation