પશુપાલન નિયામક

ફરિયાદ નિકાલ માટે કોનો સંપર્ક કરશો ?

 • પશુધન નિરીક્ષક: ક્ષેત્રીય કક્ષાની કામગીરી માટે
 • પશુ ચિકિત્સા અધિકારી: તાલુકા કક્ષાની કચેરીની કામગીરીના પ્રશ્નો માટે
 • નાયબ પશુપાલન નિયામક: જીલ્લા કક્ષાની કચેરીને લગતા પ્રશ્નો બાબત
 • સંયુકત પશુપાલન નિયામક સંબંધિત વિભાગ (અમદાવાદ, વડોદરા, રાજકોટ): પશુપાલન પ્રવૃત્તિને લગતા તમામ પ્રશ્નો
 • પશુપાલન નિયામકશ્રી,ગુ.રા, ગાંધીનગર: સંબંધિત અધિકારીને મળવા છતાં નિકાલ ન થાય તો

આ માર્ગ છે - સંવેદનશીલ વહીવટનો

આપણા લોકતંત્ર ઉપર સામાન્ય માનવીનો વિશ્વાસ ઘટતો ગયો તેનું કારણ શું ? ઉણપ કહો તો ઉણપ અને વ્યવસ્થાની જડતા ગણો તો સરકારી તંત્ર સામાન્ય માનવી માટે સંવેદનહીન બની ગયુ છે. એવી છાપ સરકારની કોઈપણ કચેરીમાં પગ મુકનારના મનમા કોરાઈ જાય છે. એ વાસ્તવકિતા છે કે સરકારી કચેરીઓમાં કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ એ જ સમાજમાંથી આવે છે જે સમાજનો જ સામાન્ય માનવી સરકારી તંત્ર પાસે પોતાના કામ માટે જતો હોય છે. પણ સરકારી તંત્રની વ્યવસ્થાનો ભાગ બની જતા શું તે સંવેદનશીલતા ગુમાવી દેતો હશે ? આ માનસકિતાનો અનુભવ સૌએ કરેલો છે. સામાન્ય માનવી માટે સરકારી તંત્ર, તેની કામગીરી, ફરજો અને તેની પાસે પોતાના શું અધિકારો છે તેની કોઇપણ જાણકારી હોતી નથી. કોઈએ આઝાદીના પ૦ વર્ષ સુધી આવી ખેવના કે ચિંતા પણ સેવી નથી. એમાંથી પરિવર્તનની ગુજરાત પેટર્ન જન્મી, વ્યવસ્થાના પરિવર્તનની સામાન્ય માનવીના અધિકારની, સરકારી કચેરીઓની સામાન્ય જન પ્રત્યેની જવાબદારીની.

નાગરિક અધિકારપત્ર- ' સીટીઝન ચાર્ટર' ના અમલની આ ભૂમિકા છે. કોઈપણ સરકારી કચેરીમાં જતો સામાન્ય માનવી પ્રાથમિક રીતે તેના અધિકારોની જાણકારી ધરાવતો હશે તો કમસે કમ તે પોતાની રજુઆતનો હક્કદાવો કરી શકશે. ત્યાં આવતા દરેક નાગરિકને પોતાની પાસે શું અધિકારો છે અને સરકારી તંત્ર તેની અરજી-રજુઆત કઈ રીતે હાથ ધરશે, કેટલા સમયમાં નિકાલ લાવશે, પોતાની રજુઆત-અરજી નથી સ્વીકારી તો તેના કારણો આપવા બંધાયેલા રહેશે. આ બધુ કોઈપણ નાગરિક જે તે કચેરીમાં પોતાના અધિકાર રૂપે જાણી શકશે. જીલ્લા સ્થળે તમામ કચેરીઓમાં તેના અમલની સીધી દેખરેખ માટે જીલ્લા કલેકટરશ્રી જવાબદાર રહેશે.

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation