પશુપાલન નિયામક

ડેરી વિકાસ

પશુપાલન ખાતાની મહિલા સશક્તિકરણની યોજનાઓ

મહિલા સંચાલિત મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર સહાય


લાભ કોને મળી શકે: રાજ્યની મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીને

સહાયની વિગત: ખરીદ કિંમતના ૮૦%

વાર્ષિક લક્ષ્યાંક: ૫૦


વધુ જાણવા કિલક કરો

મહિલા સંચાલિત મંડળીઓ માટે ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ સહાય

લાભ કોને મળી શકે: રાજ્યની મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીને

સહાયની વિગત: ખરીદ કિંમતના ૮૦% મહત્તમ ૮૦,૦૦૦/-

વાર્ષિક લક્ષ્યાંક: ૧૦૦


વધુ જાણવા કિલક કરો

મહિલા સંચાલિત મંડળીઓ માટે દૂધઘર સહાય

લાભ કોને મળી શકે: રાજ્યની મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીને

સહાયની વિગત: એકમ કિંમતના ૫૦% મહત્તમ ૫,૦૦,૦૦૦

વાર્ષિક લક્ષ્યાંક: ૫૦૦વધુ જાણવા કિલક કરો

મહિલા સભાસદ પશુપાલક માટે મિલ્કીંગ મશીન સહાય

લાભ કોને મળી શકે: રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મહિલા સભાસદ

સહાયની વિગત: ખરીદ કિંમતના ૭૫% મહત્તમ ૩૩,૭૫૦/-

વાર્ષિક લક્ષ્યાંક: ૨૦૦૦વધુ જાણવા કિલક કરો

મહિલા સભાસદ પશુપાલક માટે વિદ્યુત સંચાલિત ચાફકટર મશીન સહાય

લાભ કોને મળી શકે: રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મહિલા સભાસદ

સહાયની વિગત: ખરીદ કિંમતના ૭૫% મહત્તમ ૧૫૦૦૦/-

વાર્ષિક લક્ષ્યાંક: ૧૦૦૦


વધુ જાણવા કિલક કરો

મહિલા સભાસદ પશુપાલક માટે પશુ વિમા સહાય

લાભ કોને મળી શકે: રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મહિલા સભાસદ

સહાયની વિગત: પશુ દીઠ એકમ દીઠ વિમા પ્રીમિયમના ૭૫% મહત્તમ ૧૧૨૫/- વધુમાં વધુ બે પશુઓ માટે

વાર્ષિક લક્ષ્યાંક: ૨૫૦૦૦


વધુ જાણવા કિલક કરો

  • ભારત વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે તેવી જ રીતે ગુજરાત રાજ્યએ દેશનું દૂધ ઉત્પાદન માટેનું પ્રમુખ રાજ્ય છે. અમુલ બ્રાન્ડ ઘણી પ્રચલિત છે જે દેશના બધા જ રાજ્યોમાં પ્રચલિત છે અને અન્ય દેશોમાં પણ તેટલી જ પ્રચલિત છે. સહકારી આંદોલન દ્વારા દુધ ની ખરીદી એ રાજ્ય નુ મુખ્ય હા્દૅ છે. રાજ્યમા ગ્રામ્ય સ્તરે 16654 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ 73 સંગ્રહ કેન્દ્રો અને જિલ્લા સ્તરે 14 ડેરી પ્રોસેસિંગ એકમો કાર્યરત છે. રાજ્ય સરકારે ડેરી વિકાસ માટે સહકારી આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે.
  • આ સહકારી ડેરી સંઘો પૈકી 9 જેટલા સંઘોએ કેટલ ફીડ પ્લાન્ટ સ્થાપ્યા છે. આ સંઘોના સભ્યોને નહી નફા નહી નુકશાનના ધોરણે દૂધાળા પશુઓ માટેના ખોરાકનો પુરવઠો પુરો પાડવા દુધાળા પશુઓના ખોરાક ઉત્પાદન કરતા કારખાનાઓ સ્થાપ્યા છે દૂધાળા પશુઓના ઉત્પાદન માટે રાજ્ય સરકાર રુ. ૪૫ લાખની જોગવાઈ પુનઃ ઉપયોગ ભંડોળ તરીકે મદદરુપે આપે છે. ઉપરોક્ત 9 ડેરી સંઘોના ૧૨ કારખાનાઓ દ્વારા ૧૨૯૬૯૦૮ મે. ટન જેટલો દૂધાળા પશુઓનો ખોરાક ઉત્પાદન થાય છે. ૧૮ સહકારી ડેરી સંઘોની દુધ ઉત્પાદન ક્ષમતા કુલ ૧૪૦.૫૦ લાખ લિટર/દિવસ છે. અને તેઓ ૧૨૫.૭૫ લાખ લિ./દિવસ દૂધનું ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૧૩-૧૪દરમિયાન ૧૮ ડેરી સહકારી સંઘો પાસે ૭૩ ચિલિંન્ગ પ્લાન્ટ છે કે જેની સંગ્રહ ક્ષમતા ૫૭.૧૯ લાખ લિ./દિવસ છે.

દૂધ અને દૂધ પેદાશ કાયદો ૧૯૯૨

  • કેન્દ્ર સરકારે જાહેર જનતાના હિતમાં પ્રવાહી દૂધનો પૂરવઠો જાળવવા અને વધારવા એક કાયદો પસાર કર્યો હતો. આ કાયદો ઉત્પાદન પર નિયંત્રણ રાખે છે, પુરવઠા અને પરિવહન પર નિયંત્રણ રાખે છે, આ કાયદા હેઠળ 52 ડેરી એકમો નોંધાયેલા છે આ 52 એકમોમાંથી 25 એકમો ભારત સરકારમાં અને 27 એકમો ગુજરાત સરકારમાં નોંધાયેલા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની અકાર્યશીલ ડેરીઓનું પુનઃસ્થાપન

  • રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, આણંદએ જૂનાગઢ ડેરીમાં ઘણે અંશે રોકાણ કર્યું છે કે જેથી ડેરી ૧.૫ લાખ લિ./દિવસ દૂધ ઉત્પાદન કરવા સક્ષમ બને તેઓ દ્વારા જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લાઓમાં દૂધ ઉત્પાદન ગતીવિધીઓ ચાલુ કરેલી છે.અને જેની ક્ષમતા હાલમાં દૈનિક ૫.૦૦ લાખ લીટરની ઉભી કરવામાં આવેલ છે. હાલમાં કચ્છ સૌરાસ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર,રાજકોટ,સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓમાં સહકારી ધોરણે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો કાર્યરત થયેલ છે. આમ રાજ્યમાં કુલ ૧૫ જેટલી જિલ્લા કક્ષાએ ડેરીઓ કાર્યરત થયેલ છે. ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪માં પોરબંદર જિલ્લામાં પણ સહકારી ડેરી સંઘની સહકારના કાયદા નીચે નોંધણી થયેલ છે. જે પણ ટુંક સમયમાં કાર્યરત થઇ જશે.

કાર્યક્રમો અને યોજનાઓ

વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ગુજરાત રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા પશુ પાલન હેઠળ ગતીવિધીઓ

અનુ. મુદ્દો સિદ્ધિ
દૂધાળા પશુઓના કેમ્પની સંખ્યા ૯૫૦૮
કેટલ કેમ્પ ખાતે કેસોની સારવાર ૪,૭૨,૩૯૦
પ્રાથમિક સારવાર ૨,૬૨,૪૧૮
સામાન્ય મુલાકાત ૩,૫૮,૯૬૩
ખાસ મુલાકાત ૧૬,૩૫,૬૯૭
સારવાર કરેલ કુલ પશુઓની સેવા ૨૭,૨૯,૪૬૮
કુલ રસીકરણ કરેલ પશુઓની સંખ્યા ૯૬,૭૭,૮૬૦
કૃત્રિમ ગર્ભાધાન ૪૬,૮૯,૫૩૩

વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન સહકારી ક્ષેત્રે ડેરી પેદાશોની બનાવટ

અનુ. મુદ્દો ઉત્પાદન
પ્રોસેસ કરેલો દૂધનો પાવડર ૩૯,૬૪,૯૧૯
આખાત દૂધનો પાવડર ૩૫૧૧
માખણ ૧,૧૬,૭૪,૭૨૩
ઘી ૬૮,૪૯,૭૬૯
ક્રીમ ૧૦,૧૨૮
માવા ૨૯૪
ચીઝ ૨,૪૩,૧૦૮
છાશ ૧,૨૬,૨૭૬
અમૂલ સ્પ્રે. ૪૧,૩૪,૬૯૦
૧૦ પેંડા ૬૧
૧૧ આઈસ્ક્રીમ, કુલ્ફી, કોન ૮૧,૫૧,૫૪૮
૧૨ શ્રીખંડ ૫,૦૦૫
૧૩ ગુલાબ જામુન ૬૬૦
૧૪ ચોકલેટ -
૧૫ અમૂલ્યા ૨,૪૮,૦૦,૩૪૧
૧૬ પનીર ૧૧,૬૭,૩૨૦
૧૭ ફ્લેવર્ડ​ દૂધ ૯૬,૬૪૨
૧૮ દહીં અને મસ્તી દહીં -
૧૯ ચા – કોફી 0
૨૦ અમૂલાઈટ પાવડર 0
૨૧ ન્યુટ્રામુલ ૧૧,૦૬,૫૨૩
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation