પશુપાલન નિયામક

ટુંકી પ્રશ્નોત્તરી

સ્વચ્છ દૂધ ઉપ્તાદન શા માટે જરૂરી છે?

 • સ્વચ્છ દૂધથી માનવીનું આરોગ્ય જળવાય છે.
 • સ્વચ્છ દૂધ લાંબો સમય સુધી બગડતું નથી.
 • સ્વચ્છ લાંબા અંતર સુધી સારી સ્થિતિમાં હેરફેર કરી શકાય છે.
 • સ્વચ્છ દૂધથી વધુ સારી ગુણવત્તા વાળી દુધની પેદાશો બનાવી શકાય છે.
 • સ્વચ્છ દૂધથી પેદાશો લાંબો સમય સુધી બજારમાં ટકી શકે છે.
 • સ્વચ્છ દૂધથી સારો બજાર ભાવ મેળવી શકાય છે.
 • સ્વચ્છ દૂધની પેદાશો પરદેશમાં સરળતાથી નિકાસ કરી શકાય છે.
 • સ્વચ્છ દૂધથી કાયદાકીય ધારાધોરણોનું પાલન કરવામાં સરળતા રહે છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી પાયાની કાળજી કઈ કઈ છે?

 • રોગમુક્ત તંદુરસ્ત અને સ્વચ્છ પશુઓ રાખવા.
 • પશુ ખરીદતા પહેલા રોગમુક્ત છે કે કેમ તેની ખાતરી કરી લેવી, જરૂરી હોય તો દાકતરી તપાસ કરાવીને જ પશુ ખરીદવું.
 • પશુ બીમાર હોય ત્યારે તેને અન્ય તંદુરસ્ત પશુથી દુર બાંધવું અને તેની યોગ્ય સારવાર કરાવવી.
 • બીમાર પશુનું દૂધ મંડળીમાં ભરવું નહી.
 • પશુના વાળ સમયાંતરે કાપતા રહેવું તેમજ અવાર-નવાર સ્વચ્છ પાણીથી નવડાવવું.

સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે દોહાનારે લેવાની થતી કાળજી

 • દૂધ દોહન પહેલા પશુના આંચળ અને બાવલું હુંફાળા સ્વચ્છ પાણીથી ધોઈને લુછીને સાફા કરવું.
 • પશુનું રહેઠાણ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ વાળું હોવું જોઈએ.
 • દૂધ દોહવાના વાસણો સ્વચ્છ, સાંકડા મોઢાના, સાંધા વગરના સ્ટિલ કે એલ્યુમિનિયમના હોવા જોઈએ.
 • દૂધ દોહન પછી તેને ગાળીને, ઢાંકીને તરત જ મંડળીમાં પહોંચાડવું.
 • દૂધ દોહનાર વ્યક્તિએ સ્વચ્છ કપડા પહેરવા, લાંબા નખ કાપી નાખવા તથા હાથ સાબુથી ધોઈ સ્વચ્છ કરી દોહન કરવું.
 • દૂધ દોહન પહેલા અને વાસણ ખાલી થયા બાદ તરત જ તેને પીવાલાયક સ્વચ્છ શુદ્ધ હુંફાળા પાણીથી સાફ કરવા.
 • આંચળને દવાબિને દોહવા, ખેંચીને નહી.
 • દોહનની ક્રિયા હંમેશા ઝડપથી ૫ થી ૬ મિનીટમાં પૂર્ણ કરવી.
 • દોહન વખતે પશુને દાણ તથા લીલું ઘાસ આપવું.

દોહન-ઘરનું વાતાવરણ સ્વચ્છ દૂધ ઉત્પાદન ઉપર કઈ રીતે અસર કરે છે?

 • પશુનું રહેઠાણ સારું હવા-ઉજાર વાળું હોવું જરૂરી છે.
 • ભોયતળીયું સીમીન્ત કોંક્રીટનું રાખો જેથી સફાઈમાં સરળતા રહે.
 • દિવસમાં એકવાર પશુની જગ્યા ફેરબદલ કરો.
 • છાણનો ઉકરડો પશુ રહેઠાણથી દુર રાખવો.
 • માહી, મચ્છર, જીવાત, ઇતરાડી, ઉંદર વગેરેને દુર રાખવા યોગ્ય પગલા લેવા.
 • દૂધ દોતી વખતે કચરો ના વાળો તથા દોહન પહેલા દુકોચારો ના નાખો, તેનાથી હવા દ્વારા રજકણો ફેલાઈને દુધને બગાડે છે.

સંવર્ધન માટે પાડા/સાંઢની પસંદગી વખતની કઈ કઈ કાળજી જરૂરી છે?

સંવર્ધન માટે પાડા/સાંઢની પસંદગી વખતે દૂધ ઉત્પાદન, વંશાવળી, ઓલાદ, પ્રજનન અવયવોમાં જન્મજાત કે ત્યાર પછી ઉદભવેલ કોઈ પણ ખામી, રંગસુત્રોમાં કોઈ પણ પ્રકારની ખામી, શારીરિક વિકાસ, બાંધો મજબુત, ચેપી રોગથી મુક્ત હોય તેની કાળજી જરૂરી છે.

માદા પશુ ગરમીમાં આવે ત્યારે શું ચિન્હો બતાવે છે?

માદા પશુ ગરમીમાં આવે ત્યારે યોનિમાર્ગ માંથી તેલ જેવું ચીકણું પારદર્શક પ્રવાહી નીકળે છે, પશુના પેશાબનો ભાગ લાલાશ પડતો અને સહેજ સોજાવાળો જોવા મળે છે, પશુ વારંવાર પેશાબ કરે છે, પશુ આખો દિવસ ભાંભરે છે, ગાય વર્ગના કિસ્સામાં ગરમીમાં આવેલ ગાય બીજી ગાય પર ઠેકે છે અને બીજી ગાયને પોતાના પર ઠેકવા દે છે તથા પશુ દૂધ આપતું હોય તો દૂધ ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો થાય છે. જેને દેશી ભાયામાં 'પશુ દબકાય છે' તેમ કહેવામાં આવે છે.

કૃત્રિમ બીજદાન માટેનો આદર્શ સમય કયો છે?

કૃત્રિમ બીજદાન માટેનો આદર્શ સમય પશુ ગરમીમાં આવે તેના સામાન્ય રીતે ૧૦ થી ૧૨ કલાક પછી બીજદાન કરાવવું જોઈએ. અથવા સામાન્ય રીતે સવારે ગરમીમાં આવેલ પશુને સાંજે તથા સાંજે ગરમી માં આવેલ પશુ ને સવારે બીજદાન કરવું આદર્શ છે.

વોડકી/જોટું સરેરાશ કેટલા સમયે ગાભણ થાય છે?

વોડકી/જોટું સરેરાશ તેની ઉંમરના ૨.૫ થી ૩ વર્ષ પછીથી ગાભણ થઇ શકે છે.

માદા પશુને કૃત્રિમ બીજદાન કરાવ્યા પછી ગર્ભનિદાનનો સમય જણાવશો

માદા પશુને કૃત્રિમ બીજદાન કરાવ્યા પછીના ૩ માસ પછી ગર્ભનિદાન કરી શકાય છે.

ગાભણ પશુની શી કાળજી લેવી જોઈએ?

ગાભણ પશુની કાળજીમાં પશુનું રહેઠાણ પુરતા હવા ઉજાસ વાળું, ઠંડી-ગરમી, વરસાદથી રક્ષણ મળે તેવું હોવું જોઈએ, પશુને લીલો ચારો, સુકો ચારો, સમતોલ દાણ અને પાણી પુરતા પ્રમાણમાં સમયસર આપવા જોઈએ, પશુને દાણ સાથે દૈનિક ૩૦ થી ૫૦ ગ્રામ મીઠું તથા ૨૫ થી ૩૦ ગ્રામ મીનરલ મિક્ષ્ચર(ક્ષાર્ મિશ્રણ) આપવું જોઈએ.

માદા પશુ વારંવાર ઉથલા મારે ત્યારે શું કરવું જોઈએ?

પશુ વારે વારે ઉથલા મારે ત્યારે સૌ પ્રથમ ઉથલા ક્યા કારણોસર મારે છે તે જાણવું ખુબજ જરૂરી બને છે, આથી ઉથલા મારતા પશુને નજીકના પશુ દવાખાને કઈ જી પશુ ચિકિત્સક પાસે પ્રજનન અવયવોની ચકાસણી કરાવી કયા કારણોસર પશુ ઉથલા મારે છે તે તપાસી તેઓની સલાહ મુજબ સારવાર કરાવી જોઈએ.

ગાભણ પશુ વારંવાર તરવાઈ(તરોઈ) જાય ત્યારે શું કરવું જોઈએ?

ગાભણ પશુ વારંવાર તારોઈ જાય ત્યારે અંત:સ્ત્રાવોની ખામી, બ્રુસેલ્લોસિસ તથા ટ્રાઈકોમોનીયાસિસ જેવા ચેપી રોગ તથા અતિ ગરમ વાતાવરણને લીધે પશુ તરવાઈ જાય તેવું બનવા સંભવ છે, જેનું યોગ્ય નિદાન કરાવી સારવાર કરાવવી જોઈએ.

માદા પશુના બે વિયન વાછેનો સમયગાળો કેટલો હોય છે?

નફાકારક પશુપાલન માટે બે વિયાણ વાછેનો ગાળો એક વર્ષનો હોય તે આદર્શ સ્થિતિ છે.

માદા પશુના વિયાણ પછી ક્યારે ફેળવવું જોઈએ?

નફાકારક પશુપાલન માટે વિયાણ પછી પશુ ત્રણ માસ સુધીમાં ફળવાઈ જાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

ગાય/ભેસનો ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો હોય છે?

ગાયનો ગર્ભાવસ્થાનો સમયગાળો સરેરાશ ૨૮૦ દિવસ (૯ મહિના ૯ દિવસ) તેમજ ભેસનો ગર્ભાવસ્થાનો સમયગાળો સરેરાશ ૩૧૦ દિવસ (૧૦ મહિના ૧૦ દિવસ) હોય છે.

માદા પશુ ગાય/ભેસના વિયાણ પછી મેલી(ઓર/જર) કેટલા સમયે પડે છે?

માદા પશુ ગાય/ભેસ ના વિયાણ પછી મેલી(ઓર/જર) ૨ થી ૩ કલાકમાં પડી જાય છે, પરંતુ વધુમાં વધુ ૧૨ કલાક સુધી ના પડે તો નજીકના પશુ દવાખાને પશુને લઇ જઈ, પશુ ચિકિત્સકની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.

તાજા જન્મેલા બચ્ચાને ખીરું (ખરાટુ) કેટલું અને ક્યારે આપવું જોઈએ?

તાજા જન્મેલા બચ્ચાને ખીરું (ખરાટુ) તેના વજનના ૧૦% પ્રમાણે તથા તેના જન્મના અડધા કલાક સુધીમાં મળી જાય તે હિતાવહ છે, તથા ત્યારબાદ ૪-૫ દિવસ સુધી બચ્ચાના વજનના ૧૦% પ્રમાણે સવાર સાંજ બે વાર બચ્ચાને ખીરું (ખરાટુ) મળે તે જોવું જોઈએ.

કૃત્રિમ બિજદાનના ફાયદાઓ ક્યા કયા છે?

 • સંવર્ધનની સ્રખામાંનિએ ૧૨૫-૧૫૦ ગણી સંખ્યામાં માદા પશુઓ ફેળવી શકાય છે.
 • ખેડૂતોને સાંઢ/પાડા નિભાવવાનો ખર્ચ ભોગવવો પડતો નથી.
 • પશુઓમાં સમાગમ દ્વારા ફેલાતા ચેપી રોગ જેવા કે બ્રુસેલ્લોસિસ, વિબ્રીઓસીસ, ટ્રાયકોમોનીઆસિસ વગેરેનો ફેલાવો અટકાવી શકાય છે.
 • કૃત્રિમ બીજદાન સમય જાતીય અવયવો ની તપાસ થતી હોય તેમજ ગાભણ છે કે કેમ તેની તપાસ થતી હોઈ તે મુજબ ખામીવાળા પશુઓનો કાયમી નિકાલ કરી ખેડૂતને આર્થિક નુકશાન માંથી બચાવી શકાય છે.
 • આ પદ્ધતિમાં વૈજ્ઞાનિક ઢબે સચોટ સમયે બીજદાન કરવામાં આવતું હોવાથી ગર્ભાધારણનો દર ઘણો વધારે મળે છે.
 • થીજવેલ વીર્યને ઘણા લાંબા સમય દુધી સાચવી શકાતું હોઈ ઉત્તમ સાંઢ/પાડાના મૃત્યુ બાળા પણ તેના સાચવેલા વીર્યથી પશુઓને ફેળવી ઉત્તમ પ્રકારની સંતતિ મેળવી શકાય છે.
 • શારીરિક ઇજા, અસ્થીભંગ કે અન્ય કારણોસર અશક્ત બની ગયેલા ઉત્તમ સાંઢ/પાડાના વીર્યથી પશુઓને ફેળવી ઉત્તમ પ્રકારની સંતતિ મેળવી શકાય છે.

તાજા જન્મેલા બચ્ચાને અડધા થી પોણા કલાકમાં ખરાટુ(ખીરૂ) શા માટે પીવડાવવું પડે છે?

ખરાટામાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા તત્વો તેમજ દૂધ કરતા વધારે પ્રોટીન વિટામીન અને ઝારો હોય છે. તેમજ રેચક હોવાથી બચ્ચાના આંતરડાસાફ રાખે છે.

ગાય-ભેસના વિયાણ બાદ તુરંત માતા-બચ્ચાની શું શું કાળજી લેવી જોઈએ

ગાય-ભેસના વિયાણ બાદ તુરંત માતાને પૂરતું હુંફાળું પાણી તથા વધુ એનર્જી(કાર્બોદિત)વાળો ખોરાક આપવો જોઈએ. આઉં ભારે લાગતું હોય તો તેમાંથી ખરાટુ ૫૦% જેટલું કાઢી લેવું જોઈએ. બચ્ચાના નાકમાં તથા શ્વાસનળીમાં રહેલું પ્રવાહી કાઢી નાંખવું જોઈએ. બચ્ચાની નાળ ૨-૩ ઈંચ રાખી દોરીથી બાંધી કાપવી તથા ટીંચર આયોડીન લગાવવું જોઈએ. બચ્ચાના પગની ખરીઓ થોડી કાપવી જોઈએ. તાજા જન્મેલા બચ્ચાને અડધાથી પોણા કલાકમાં ખરાટુ પીવડાવવું જોઈએ.

વ્યવસ્થાપનની ખામીને કારણે કયા કયા ચયાપચયના રોગો થઇ શકે છે?

વ્યવસ્થાપનની ખામીને કારણે મિલ્ક ફીવર(સુવા રોગ) કીટોસિસ્, એબોમેઝ્લ ડિસ્પ્લેસમેન્ટ જેવા રોગી થઇ શકે છે.

શિયાળા તથા ઉનાળામાં પુખ્ય ગાય/ભેસને પીવા માટે કેટલું પાણી જોઈએ?

શિયાળામાં પુખ્ત ગાયને અંદાજિત ૩૫-૪૦ લીટર પાણી તેમજ ભેસને અંદાજિત ૪૫-૫૦ લીટર પાણી જોઈએ. ઉનાળાની ઋતુમાં આ જથ્થો દોઢો કરવો જેથી ગરમી સામે વધારાની જરૂરિયાત પૂર્ણ થઇ શકે.

વ્યવસ્થાપનની કઈ પદ્ધતિ અપનાવવાથી પશુપાલન નફાકારક બનાવી શકાય?

પશોને હંમેશા ટુકડા કરેલો ઘાસચારો આપવો જોઈએ. ઠંડી, ગરમી, વરસાદથી રક્ષાન આપવા સારું રહેઠાણ આપવું જોઈએ. સિઝન પ્રમાણે પૂરતું અને સ્વચ્છ પાણી તથા પોયણક્ષમ આહાર આપવો જોઈએ.

તબેલામાં મારે એક ગાય/ભેસ બાંધવા માટે જરૂરી જગ્યાનું પરિમાણ જણાવશો?

સામાન્ય રીતે એક ગાય/ભેસ બાધવા માટે ૪૦ ચોરસ ફૂટ(૮ ફૂટ લંબાઈ X ૫ ફૂટ પહોળાઈ) જગ્યા જોઈએ.

અમારે શુદ્ધ ઓલાદની ગીર ગાય/સાંઢ ખરીદવા છે તો માહિતી પૂરી પાડવા વિનંતી છે.

શુદ્ધ ઓલાદની ગીર ગાય/સાંઢ ખરીદવા સામાન્ય રીતે તેની હોમ ટ્રેકના વિસ્તાર(સૌરાષ્ટ્ર) માંથીજ અને શુદ્ધ ઓલાદને લગતા લક્ષણો જેવા કે શરીરનો રંગ-ઘેરો લાલ, લા, સફેદ ટપકા, શીંગડા-માધ્યમ કાનનો આકાર- પીપળના પાન જેવા અને મોટા, માથું ઉપસેલું અને બહિર્ગોળ જેવા લક્ષણો ધરાવતા પશુઓજ ખરીદી હેતુ પસંદ કરવા જોઈએ.

દુધાળા પશુની ખરીદી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ?

દુધાળ પશુ શુદ્ધ ઓલાદનું, બીજા કે ત્રીજા વેતારનું જ હોવું જોઈએ, ખરીદી વખતે શક્ય હોય તો તેના માતાના દૂધ ઉત્પાદનની માહિતી મેળવી, દુધની નસ લાંબી, ગૂંચળાં વાળી અને દુરથી સ્પષ્ટ દેખાય તેવી હોવી જોઈએ, ચારેય આંચળો મધ્ય કદના સરખા અને ચાલુ હોવા જોઈએ.

પશુની ઉત્પાદન ક્ષમતા પર ક્લાઈમેટ ચેઈન્જની કેવી અસર પડે છે?

વધુ પડતી ગરમી કે થાદિથી પશુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે તથા ઉત્પાદકતા પણ ઘટે છે. પ્રજનન ઝમતા પણ ઘટે છે. ભાર વાહક પશુની ભારવહનની ક્ષમતામા ઘટાડો થાય છે.

ચોમાસામાં પૂરને સમયે તથા ત્યારબાદ પશુઓની કઈ કાળજી લેવી જોઈએ?

ચોમાસામાં પુરને સમયે શક્ય હોય તો ઊંચી જગ્યાએ રાખવા જોઈએ પુરની શક્યતાવાળા વિસ્તારમાં પશુને બાંધવા ન જોઈએ. જેથી ડૂબીને પશુનું મરણ ન થાય. સુકા ઘાસચારાનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી રાખાવે જોઈએ. પુર બાદ રોગચાળો ના ફેલાય તે માટે ચેપી રોગો સામે રક્ષણ માટે રસીકરણ કરવું જોઈએ. ગ્રામ ભેજવાળી હવાને કારણે ન્યુમોનિયાજેવા રોગો ન થાય તેની કાળજી રાખવી જોઈએ.

વાવાઝોડા સમય પશુઓની કઈ કાળજી લેવી જોઈએ?

વાવાઝોડા સમયે પશુઓ પડી જાય તેવા ઘર, ઢાળિયામાં કે ઝાડ નીચે ના બાંધતા સુરક્ષિત જગ્યાએ કે ખુલ્લી જગ્યામાં બાધવા જોઈએ.

અછતના સમય તથા ત્યારબાદ પશુઓની કઈ કાળજી લેવી જોઈએ?

અછતના સમય પશુઓ માટે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. લીલા ઘાસચારામાં ફૂગ કે પોઈઝન વગેરીની તપાસ કર્યા બાદ જ નીરણ કરવું જોઈએ.

મારે મારા પશુઓને ઘાસચારાની ઝેરી અસરથી બચાવવા શી શી કાળજી લેવી જોઈએ?

પશોને ઘાસચારાની ઝેરી અસરથી બચાવવા માટે નીચે મુજબના પગલા લઇ શકાય

 • નીંઘલ્યા વગરની (કુમળી) લીલી જુવારનો ચારો ખવડાવવો નહી.
 • એરંડાના પાન ખવડાવવા જોઈએ નહી.
 • જંતુનાશક દવાનો ચન્તાકાવ કરેલ લીલોચારો ખવડાવવો નહી.
 • ઘરમાં વપરાતા ઝેરી જંતુનાશક દવાઓની વાયલ/તીન ગામાણની આસપાસ રાખવા જોઈએ નહી.
 • ઝેરી અસરવાળો લીલોચારો સંજોગો વસત પાશો ખાઈ જઈ તો તુરંત પાને આપવું નહી અને સત્વરે સારવાર અર્થે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો.
 • ફૂગવાળું/બટાઈ ગયેલો ચારો પશુને ખવડાવવો જોઈએ નહી.

પશુઓને ચારો ચાફકટરથી ચાફ(ટુકડા) કરીને ખવડાવવાથી શું ફાયદો થાય છે?

પશુઓને ચારો ચાફકટરથી ચાફ(ટુકડા) કરીને ખવડાવવાથી પશુ પાંદડા અને રાડાનો ભાગ સમમિશ્રિત હોય ખોરાક બાદ રાડાનો બગાડ રહેતો નથી જેને કારણે આશરે ૩૦% જેટલા ચારાનો બચાવ થઇ શકે છે.

દૈનિક આહારમાં પશુઓને કેટલા પ્રમાણમાં ખાણદાણ આપવું જોઈએ?

દૈનિક પશુ આહારમાં વસુકેલા પશુઓને સમતોલ દાણ એક કિલોગ્રામ આપવું જોઈએ. જ્યારે દુધાળા પશુઓને સમતોલ દાણ એક કિલોગ્રામ શરીરના નીભાવ માટે તેમજ વધારાનું પ્રત્યેક કિલોગ્રેઆમ દૂધ ઉત્પાદનના ૪૦૦ ગ્રામ લેખે આપવું જોઈએ. એટલે કે પાંચ લીટર દૂધ આપતા દુધાળા પશુને ૧ કી.ગ્રા. ખાણદાણ નીભાવ પેટે અને ૨ કી.ગ્રા. ઉત્પાદન માટે એમ કુલ ૩ કી.ગ્રા. સમતોલ ખાણદાણ દૈનિક આપવું જોઈએ. ભેસના કિસ્સામાં ૧ લીટર દૂધ ઉત્પાદનના ૫૦૦ ગ્રામ લેખે વધારાનું દાણ આપવું જોઈએ.

પશુઓને આપવામાં આવતા ચારામાં લીલોચારો/સુકોચારો કેટલા પ્રમાણમાં આપી શકાય?

પશુઓના આહારમાં સુકો ચારો દૈનિક ૫-૭ કી.ગ્રા. તેમજ દુધાળા ગાય/ભેસનો (વજન આશરે ૩૫૦ થી ૪૦૦ કી.ગ્રા. માટે) લીલો કઠોળ વર્ગનો ચારો ૪ કી.ગ્રા. અને લીલો ધાન્ય વર્ગનો ૮ કી.ગ્રા. સુકાચારા ઉપરાંત આપવો જરૂરી છે.

લીલાચરામાં ધાન્ય વર્ગ અને કઠોળવર્ગના ચારાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?

ધાન્ય વર્ગનો લીલોચારો બે ભાગમાં અને કઠોળવર્ગનો લીલોચારો એક ભાગમાં(૨:૧ ના પ્રમાણમાં) હોવું જોઈએ.

પશુના ખોરાકમાં બિન-પરંપરાગત સ્ત્રોતને ઉપયોગમાં લેવા કઈ પ્રક્રિયા કરવી પડે?

પશુના ખોરાકમાં બિન-પરંપરાગત સ્ત્રોતને ઉપયોગમાં લેવા યુરિયા પ્રક્રિયા કરવી પડે છે. દા.ત.

બારેમાસ લીલોચારો મેળવવા કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ?

 • બારમાસી રજકાનું આયોજન કરવું જોઈએ.
 • એક કરતા વધુ કાપણી આપતી જુવારની જાતનું વાવેતર કરવું જોઈએ.
 • ઘાસચારાના જડિયા જેવા કે એન.બી.-૨૧ , પેરા ઘાસ, ગજરાજ ઘાસ વગેરેનું શેઢાપાલા ઉપર વાવેતર કરવું જોઈએ.

આઇ-ખેડૂત પોર્ટલ પર વધુ વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વધુ માહિતી માટે અહી ક્લિક કરો

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation