પશુપાલન નિયામક

ઘાસચારા વિકાસ

 • રાજ્યમાં પશુપાલનનો વિકાસ ગ્રામ્ય કક્ષાએ વધુ રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ વસતાં, નાના સીમાંત ખેડૂતો, ખેત મજુરો અને જમીન વિહોણા લોકો પશુપાલનનો વ્યવસાય કરીને,જીવન નિર્વાહ કરી શકે તે હેતુથી,ગ્રામ્ય કક્ષાએ પડી રહેલ ગૌચર જમીનમાં વિકાસ કરી, સરકારશ્રી હસ્તકના ફાર્મોની સ્થાપના કરવામાં આવેલ છે.જેમાં બારેમાસ લીલો ચારો ઉગાડી,નહી નફો નહી નુકશાનના ધોરણે,આદિવાસી અને બિન આદિવાસી વિસ્તારના પશુપાલકોને પુરા પાડવા,વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરવામાં આવે છે અને ગ્રામ્ય કક્ષાએ ટુંકી જમીન ધરાવતા પશુપાલકોને માટે ઘણું જ ઉપયોગી બને છે.
 • પશુપાલકો ઘાસચારાની સુધારેલ જાતોથી વાકેફ થાય અને તેનો ઘાસચારામાં બિયારણ મીનીકીટ તરીકે ઉપયોગ કરે તે હેતુસર બિયારણવૃધ્ધિ કેન્દ્રો ખાતેથી ઘાસચારા બિયારણનાં મીનીકીટ તૈયાર કરી,પશુપાલકોને જરૂરી માહિતી સાથે,વિનામુલ્યે પુરા પાડવામાં આવે છે.
 • ઘાસચારાનો બગાડ અટકાવી, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તે માટે વિધુત સંચાલિત ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવે છે.
 • પશુઓનું ઠંડી, ગરમી અને વરસાદ જેવી વાતાવરણની પ્રતિકુળ અસરોથી રક્ષણ થાય, તે માટેની કેટલ શેડ સહાયની યોજના અમલમાં છે.તે જ રીતે જનરલ કેટેગરીના પશુપાલકો કે જેની પાસે ઓછામાં ઓછા૫ અને ૧૦ પશુઓ હોય તેમને ઓછામાં ઓછી રકમ લેખે અનુક્રમે ૬૩,૦૦૦/- કે ૧,૨૫,૦૦૦/- રૂ.ની કેટલશેડ બાંધવા માટેની યોજના ચાલુ વર્ષથી અમલમાં આવેલ છે.
 • અનુસુચિત જાતિ કેટેગરીના પશુપાલકો માટે ૨(બે) પશુઓ માટે મહત્તમ રૂ.૧૫,૦૦૦ની કેટલશેડની યોજના પણ અમલમાં છે.
 • ચોમાસાના પાણીથી લીલો ઘાસચારો ઉગાડી લીલી અવસ્થામાં સાફ કરી ઓછી જગ્યામાં સંગ્રહ થઇ શકે છે. તેમજ અછતના સમયમાં પશુઓનો નીભાવ થઇ શકે છે. સાયલેજ ઓછી જમીનમાં વધુ પશુઓ રાખવાની તક પૂરી પાડે છે. ઘાસચારાના સાયલેજમાં વધુ પ્રોટીન, ખાદ્ય દ્રવ્યો તથા વિટામિન્સ હોય છે. એકીકૃત ઘાસચારા વિકાસ યોજના અંતર્ગત સાયલેજ બેગની નવી યોજના છે. જેમાં (૧) ૫૦૦ કિ.ગ્રા. માટે ખરીદ કીમતનાં ૭૫% અથવા રૂ. ૫૨૫/- બેમાંથી જે ઓછું હોય તે (૨) ૧૦૦૦ કિ.ગ્રા. માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ. ૭૫૦/- બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.
 • દુધાળા પશુઓની તંદુરસ્તી માટે જરૂરી સારા ચારા માટે જરૂરી નાણા ખર્ચી શકતા નથી.આથી દુધાળા પશુઓની તંદુરસ્તી તથા તેમની ક્ષમતા મુજબ ઉત્પાદન શકિત જળવાઈ રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા માટે સુધારેલ બિયારણ મીનીકીટના સ્વરૂપે અનુસુચિત જાતિના લોકોને આપવામાં આવે છે.
 • • ભારત સરકારની પણ ઘાસચારાના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ જેવી કે:-
  • Fodder production from Non-Forest wasteland/rangeland/grassland/non-arable land
  • Fodder seed production/Procurement & Distribution.
  • Distribution of Hand driven chaff cutters
  • Distribution of power driven chaff cutters
  • High capacity Fodder block making units
  • Silage Making unit નું અમલીકરણ NLM મારફતે થાય છે.
 • પશુ દવાખાના, ઘનિષ્ટ પશુસુધારણા યોજના ના ઉપકેન્દ્ર અને ઘાસચારા ફાર્મ જેવી સંસ્થાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે

ઘાસચારા વિકાસની લાભાર્થી યોજનાઓ

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation