પશુપાલન નિયામક

અશ્વ વિકાસ

ગુજરાતમાં અશ્વની ત્રણ મુખ્ય જાત છે. (૧) કાઠીયાવાડી, (૨) મારવાડી અને (૩) કચ્છી-સિંધી. કાઠીયાવાડી અશ્વો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં, મારવાડી અશ્વો ઉત્તર ગુજરાતમાં અને કચ્છી-સિંધી અશ્વો કચ્છમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વૌજ્ઞાનિક ઢબે અશ્વ ઉછેર કરવાનો કાર્યક્રમ અશ્વપાલકો માટે હાથ ધરવામાં આવેલ છે. કાઠિયાવાડી ઘોડાના જર્મ પ્લાઝમના જતન તેમજ પ્રસાર માટે પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા એક અશ્વ ઉછેર કેન્દ્ર, ઇણાજ તા:વેરાવળ, જિ:ગીર સોમનાથ અને અશ્વ ઉછેર કેન્દ્ર, હિંગોળગઢ તા:વિછીંયા, જિ:રાજકોટ ખાતે એમ કુલ બે અશ્વ સંવર્ધન ફાર્મની સ્થાપના કરેલ છે. જ્યારે મારવાડી અશ્વો માટે અશ્વ સંવર્ધન ફાર્મ: ચાણસ્મા, તા,જિ: પાટણ ખાતે સ્થાપના કરેલ પશુપાલકોને ઉછેર અને અન્ય તાંત્રિક સેવા પૂરી પાડવા માટે ૧૨ (બાર) વાલીઘોડા સેવા કેન્દ્રો કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં કાઠીયાવાડી અને મારવાડી અશ્વ સંગઠન રાજ્ય સરકારના સહયોગથી અશ્વશો અને અન્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સરકાર દ્વારા પસંદ કરાયેલ અશ્વ સોસાયટીને અશ્વશોના આયોજન માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સ્પર્ધા દરમ્યાન ઉત્તમ ઘોડાની પરખ થઇ શકે છે.

રાજયમાં કાઠિયાવાડી અને મારવાડી એમ અશ્વોની ર (બે) ઓલાદો જોવા મળે છે. કાઠિયાવાડી અશ્વો મુખ્યત્વે સૌરાષ્ટ વિસ્તારમાં અને મારવાડી અશ્વો ઉતર ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે. અશ્વપાલકોમાં વૈજ્ઞાનિક ઢબે અશ્વપાલનનો વ્યવસાય કરવા અંગે જાગૃતિ લાવવા માટે રાજય સરકાર વિવિધ કાર્યક્રમો (યોજનાઓ ) હાથ ઘરેલ છે. કાઠિયાવાડી ઓલાદની જાળવણી અને કિંમતી ગુણઘર્મો જાળવી રાખી વંશવૃઘ્ધિ પ્રસાર કરવાના હેતુથી રાજયમાં ઈણાંજ તા. વેરાવળ જિ.જૂનાગઢ ખાતે ૧ (એક) અશ્વ સંવર્ધન ફાર્મ કાર્યરત છે.

રાજયના ઉતર ગુજરાતના સ્થાનિક અશ્વપાલકોની, મારવાડી ઓલાદની જાળવણીનો હેતુ બર આવે તે માટે ચાણસ્મા જી.પાટણ ખાતે મારવાડી ઓલાદના અશ્વ સંવર્ધન ફાર્મની સ્થા૫ના સ્થા૫ના કરવામાં આવેલ છે. રાજયમાં ૫શુ દવાખાના સંલગ્ન વાલીઘોડા સેવા કેન્દ્રો ખાતેથી માદા અશ્વોને સંવર્ધનની તથા અશ્વ પાલકોને તાંત્રિક માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે.

રાજ્યમાં અશ્વોની કાઠીયાવાડી અને મારવાડી ઓલાદ નાજતન માટે તથા અશ્વપાલનમાં વધુમાંવધુ લોકો રસ ધરાવેતે હેતુથી રાજય સરકારની નાણાંકીય સહાય તથા અશ્વબિડર્સ એસોસીએશની સ્થાપના અને દર વર્ષે અશ્વશોનું તથા અશ્વોની વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે. અશ્વશો તથા વિવિધ અશ્વોની હરીફાઈઓ દરમ્યાન સારૂ ગુણવતા વાળા શુઘ્ધ ઓલાદના અશ્વોને અલગ તારવી આવા અશ્વોનો સંવર્ધન માટે ઉપયોગ કરી અશ્વોની સારી વંશાવળી તૈયાર કરવાનો સરકારનું ઘ્યેય છે.

Kathiwadi Marwadi

ઉંટ વિકાસ:

ઉંટને રણનું વાહન કહેવામાં આવે છે. ઉંટના કેટલાક ખાસ ગુણો (ખાસિયતો) છે કે જેથી ગરમ અને દુષ્કાળગ્રસ્ત રણ વિસ્તારમાં અન્ય પાળતુ પ્રાણીઓ કરતાં વઘારે ચડીયાતા સાબિત થયેલ છે. ભારતમાં દુષ્કાળ ગ્રસ્ત અને રણ વિસ્તારમાં ભારવહન અને ખેતી વિષયક પ્રવૃતિઓ માટે ઉંટ એ શકિતનો એક માત્ર મુખ્ય સ્ત્રોત છે. વઘુમાં ઉંટનું દૂઘ, વાળ ,ચામડા, હાડકાં માંથી ઉંટ પાલકો આવક મેળવી શકે છે.

Kathiwadi Marwadi

ગુજરાતમાં ઉંટની મુખ્યત્વે કચ્છી અને ખારાઇ ઓલાદ જોવા મળે છે. જે ઘણી પ્રાચીન અને આશીર્વાદરૂપ છે. આ ઓલાદ ઉંટોની બિકાનેરી અને મારવાડી ઓલાદ સાથે ભળતી આવે છે. આ ઓલાદના ઉંટનો રંગ આછો કથ્થાઈ હોય છે જેની ડોક (ગરદન) પાતળી હોય છે. મોઢું નાનુ અને કાન નાના હોય છે અને આંખો તેજ હોય છે. કચ્છી ઉંટ સારુ દૂઘ ઉત્પાદન આપે છે જે બોતડાને ઘવડાવ્યા પછી રોજનું સરેરાશ ૬ થી ૭ લીટર દૂધ આપે છે. કચ્છી ઉંટ પ કિ.મી/કલાકની ઝંડપે ૧૬૦૦ કિ.ગ્રા સુઘીનું વજન ખેંચી શકે છે. કચ્છી ઉંટ ૦.૭પ થી ૧.૩ર હોર્સ પાવર શકિતથી કામ કરે છે. જે તેના કુલ શારીરીક વજનના ૧.૮ થી ર % સુઘીના ખોરાકમાં ૧.૪ થી ૧.૮ મે. ટન વજન દિવસમાં ૪ કલાક ખેંચી શકે છે. કાનના ભાગે વધુ વાળ તથા કાન અંદરની તરફ વળેલા, ગળાનો ભાગ જાડો, છાતીની ગાદી ટુંકી અને નાની, પગ લાંબા અને પાતળા હોય છે. આ લક્ષણો થી તે કચ્છી ઉંટ થી જુદુ પડે છે.

ગુજરાતમાં કચ્છી ઓલાદની જાળવણી અને પ્રસાર (વંશવૃઘ્ધિ) ના હેતુ માટે કચ્છ જિલ્લામાં ઢોરી ખાતે એક ઉંટ સંવર્ધન ફાર્મની સ્થાપના કરેલ છે. જયાંથી સીમા સુરક્ષા દળો તથા રાજયના ગૃહ ખાતાને તથા સ્થાનિક ઉંટ પાલકોને ઉંટગાડી વ્યવસાય માટે ઉંટો પૂરા પાડવામાં આવે છે. આ ફાર્મ ખાતે કચ્છી ઓલાદની મૂળભૂત લક્ષણોની જાળવણી પસંદગીની પઘ્ધતિથી સંવર્ધન ઘ્વારા કરવામાં આવે છે.

ગઘેડા વિકાસ

ગુજરાત રાજયમાં સામાન્ય રીતે સફેદ રંગ અને ભગરો રંગ એમ બે જાતના પાળતુ ગઘેડાની જાતો જોવા મળે છે. ભગરા રંગના ગઘેડાની પીઠ ઉપર કાળા રંગનો પટો હોય છે. આ કાળા રંગનો પટો -ગઘેડાની ખૂંઘથી બંને બાજુના આગળના પગના ખભા ઉપર ઉભી ૯ઈંચ થી ૧૦ઈંચ અને ગરદનના મૂળથી પૂછડીના મૂળ સુઘી પીઠ ઉપર વિસ્તરેલ હોય છે. આ જાતના ગઘેડા કદમાં નાના હોય છે.

Donkey

તેઓના કાન લાંબા અને ટણર ઉભા હોય છે. સફેદ રંગના ગઘેડાના આખા શરીરનો રંગ સફેદ હોય છે. સારી જાતના ગઘેડાઓની ઉંચાઈ ૧૦ થી ૧ર હાથ જેટલી હોય છે.તેઓના કાન ઉંચા મોટા હોય છે. અને ગઘેડાની સામેની બાજુએથી કાનનો પોલો ભાગ સરળતાથી જોઈ શકાય તેવા હોય છે. આ જાતના ગઘેડાના પગ જાડા, મજબૂત અને લાંબા હોય છે. રાજયમાં અમદાવાદ જિલ્લાના ઘોળકા તાલુકાના વૌઠા ગામે દર વર્ષે ગઘેડાઓના મેળો ભરાય છે. આ મેળો ગઘેડાઓના વેચાણ માટે અને ગઘેડાઓની વિવિઘ હરીફાઈઓ માટે પ્રખ્યાત છે. અશ્વ સંવર્ધન ગદર્ભ સંવર્ધન ફાર્મની સ્થાપના ચાણસ્મા જિ. પાટણ કરવામાં આવેલ છે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation