પશુપાલન નિયામક

ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના

 • ભારત સરકારના મોડેલ સ્કીમ પ્રમાણે વધુ દુધ ઉત્પાદનના હેતુસર ગુજરાત રાજ્યમાં ૧૯૬૫ થી સૌ પ્રથમ ઘનિષ્ઠ પશુસુધારણા યોજના ઘટકની યોજના મોટા પાયા પર અમલમાં મુકવામાં આવેલ છે.
 • રાજ્યમાં હાલમાં ૨૬ ઘ.પ.સુ.યો. ઘટકો અને ૧૧૫૫ ઉપકેન્દ્રોPDF file કાર્યરત છે
 • સરકારશ્રીની પશુસંવર્ધન નીતિ મુજબ પશુસંવર્ધન દ્વારા પશુઓમાં ઉત્પાદન અને ઉત્પાદ્કતા વધારવા પશુઓલાદ સુધારણાની કામગીરી કરવામાં આવે છે.
 • બાંગરા કે નબળી ઓલાદના સાંઢના ખસીકરણ દ્વારા નબળી ઓલાદ અટકાવવાની કામગીરી કરવામાં આવે છે.
 • ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ઘટકો હેઠળના ઉપકેન્દ્રો દ્રારા પશુસંવર્ધન માટે કૃત્રિમ બીજ્દાનની સવલત પૂરી પાડવામાં આવે છે.
 • ઉપકેન્દ્રો ખાતેથી સેજાના એક જ ગામમાં એક-એક માસના અંતરે ત્રણ જાતિય આરોગ્ય સારવાર કેમ્પો ગોઠવી જાતિય આરોગ્ય તથા પશુ વ્યંધ્યત્વને લગતા તમામ કેસોની વિના મુલ્યે સારવાર આપવામાં આવે છે. જેના થકી પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરતાં રાજ્યની અને દેશની આર્થિક વૃધ્ધિમાં વધારો થાય છે.
 • આ ઉપરાંત પ્રાથમિક પશુસારવાર કેંન્દ્ર, વિવિધ લક્ષી ગ્રામ્ય પ્રાથમિક પશુઆરોગ્ય કેન્દ્ર, પશુદવાખાના અને વેટરીનરી પોલિક્લીનીક ખાતે પણ કૃત્રિમ બીજદાનની કામગીરીનો લાભ મેળવી શકાય છે.
 • વધુ માહિતી માટે નજીકના કાર્યરત ઘનિષ્ઠપશુસુધારણા યોજના ના ઉપકેન્દ્ર, પ્રાથમિક પશુસારવાર કેંન્દ્ર, વિવિધ લક્ષી ગ્રામ્ય પ્રાથમિક પશુઆરોગ્ય કેન્દ્ર, પશુદવાખાના નો સંપર્ક કરવાનો રહે છે.

ઘનિષ્ઠ પશુસુધારણા યોજના (ઘ.પ.સુ.યો.) ની લાભાર્થી યોજનાઓ

 • શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
યોજનાનું નામ સમગ્ર રાજ્યમાં શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
હેતુ રાજ્યમાં આવેલ દેશી ઓલાદની મુળ ગીર તથા કાંકરેજ ઓલાદની ગાયોની સંખ્યાને નામશેષ થતી અટકાવી તેમાં વધારો કરી યોગ્ય જાળવણી કરવાનો છે.
લાયકાત ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકો
યોજનાનો લાભ રાજ્યના સ્થાનિક પશુપાલકોને તેમની પોતાની દેશી (ગાય) માં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની જન્મેલ વાછરડી માટે રૂ.૩૦૦૦/- રોકડ સહાય સ્વરૂપે
યોજનાની અરજી પદ્ધતિ ikhedut portal પર ઓન લાઇન અરજી કરયા બાદ અરજી સંબંધિત દસ્તાવેજો સાથે નજીકના તાલુકા/શાખા પશુ દવાખાના પર આપવાના રહેશે.
અમલીકરણ સંસ્થા સબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી/મદદનીશ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત અમલીકરણ અધિકારી રહેશે.
અન્ય શરતો ૧. શુદ્ધ સંવર્ધન દ્વારા કૃત્રિમ બીજદાનથી વાછરડી જન્મેલ હોય તો પશુપાલકે
ikhedut portal પર ઓન લાઇન અરજી કરવાની રહેશે.
૨. કૃત્રિમ બીજદાન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. પ્રમાણપત્રમાં
કૃત્રિમ બીજદાન માટે વપરાયેલ ડોઝની વિગતો પણ જણાવવી પડશે.
૩. લાભાર્થી પશુપાલકે અરજી પત્રક મંજૂરી અર્થે સંબંધિત કચેરી (તાલુકા/શાખા
પશુદવાખાના) એ રજુ કરશે.
૪. પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત સહાય મળવા પાત્ર
રહેશે.
૫. અરજી પત્રક સાથે રજુ કરવાના દાખલા-પ્રમાણપત્રો
અ. બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
બ. બારકોડેડ રેશનકાર્ડ
ક. કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું ‘પત્રક’ મુજબ નું પ્રમાણપત્ર
ડ. આધારકાર્ડની નકલ
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation