પશુપાલન નિયામક

પરિચય

૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે.

પશુપાલન ખાતા મારફતે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન દ્વારા પશુઓનું ઉત્પાદન વધારવા સાથે, સ્થાનિક ઓલાદોનું જતન, પશુપક્ષીઓને રોગોથી રક્ષણ જેવી અનેક બાબતો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આ ખાતાની મુખ્ય પ્રવૃત્તિઓમાં પશુ આરોગ્ય જાળવણી અને પશુઓલાદ સુધારણા તેમજ તમામ પ્રકારના પશુઓ જેવાકે ગાય, ભેંસ, ઘેંટા, બકરાં, ઘોડા, ઊંટ અને મરઘાં ઉછેરના વિકાસનો સમાવેશ થાય છે

હેતુઓ

ગુજરાત સરકારના અન્ય વિભાગ ની જેમ પશુપાલન વિભાગ પણ ૧૯૬૦ થી અસ્તિત્વમાં આવ્યો છે.

પશુપાલન વિભાગ સ્વતંત્ર રીતે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામ કરે છે.

 • પશુ ઉત્પાદકતા વધારવી
 • રાજયની ઘરેલું ઓલાદોની જાળવણી
 • પશુ અને પક્ષીઓને સારવાર આપવી અને રોગચાળા નિયંત્રણ
 • પશુઓલાદની સુધારણાની કામગીરી

ગુજરાત રાજયમાં પશુપાલન એ એક એવો વ્યવસાય છે કે જેમાં વિશેષ કોશલ્ય સિવાય ઓછી કે નહીવત આવડત ધરાવતા પશુપાલકો અને મહિલાઓ પણ રોજી મેળવી શકે છે.

કૃષિની આવકમાં સતત અનિયમિતતાનાં પ્રમાણમાં પશુપાલન એ એક પૂરક તેમજ સતત મળી રહેતી આવક ધરાવતો વ્યવસાય છે, જે ગામડાની બેરોજગારી ઘટાડે છે.

રાજ્યની મહત્વની પશુ ઓલાદો:

 • ગાયમાં ગીર અને કાંકરેજ
 • ભેંસમાં સુરતી,મહેસાણી,જાફરાબાદી અને બન્ની
 • બકરામાં સુરતી,ઝાલાવાડી,મહેસાણી,ગોહીલવાડી અને કચ્છી
 • ઘેંટામાં પાટણવાડી અને મારવાડી

મીશન અને લક્ષ્ય

 • પશુ આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવી
 • પશુધન ઉત્પાદનમાં વધારો કરવો
 • પશુપાલકોની આવકમાં વૃઘ્ધિ કરવી
 • રોજગારલક્ષી વ્યવસાય બનાવવા માટે શિક્ષણ, તાલીમ અને વિસ્તરણ સેવાનો વ્યાપ વધારવો

પ્રસ્તાવના

પશુપાલન વ્‍યવસાય એ ગ્રામીણ ભારતમાં કૃષિ પછી સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખ ઉભી કરેલ છે. ગ્રામીણ ભારતમાં પશુપાલન વ્‍યવસાય એ વંશ પરપરાગત અને પ્રાચીન વ્‍યવસાય છે. જે અર્ધકુશળ અને બિન-કુશળ લોકોને ઘર-આંગણે રોજગારીની તકો પુરી પાડે છે. પશુપાલન એ મહિલા પશુપાલકને પૂરક, કાયમી આવર્તિત આવક પૂરી પાડી કુટુંબ માટે આજીવિકાનુ સાધન છે. ગુજરાત રાજ્‍યમાં ૧૦૧ લાખ પરિવાર પૈકી ૪૨ લાખ પરિવાર (૪૧.૫૮%) પશુપાલન વ્‍યવસાય સાથે સકળાયેલા છે અને તે પૈકી ૧૩.૬૦ લાખ પરિવાર (૧૩.૪૬%) ગરીબી રેખા નીચે જીવતા પરિવાર છે. જેના માટે પશુપાલનનો વ્યવસાય તેમના કુટુંબ માટે એકમાત્ર આજીવિકાનો સ્રોત છે. રાજ્‍યની આવકમાં પશુધન ઉત્‍પાદનનો નોંધપાત્ર હિસ્‍સો છે, કારણ કે પશુધન પેદાશ અને આડ-પેદાશના ઉત્‍પાદનમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. રાજ્‍યમાં પશુધન ક્ષેત્રમાંથી વર્ષ ૨૦૧૨-૧૩ના અંદાજોમાં રૂ. ૩૧,૦૨૪ કરોડની આવકનો અંદાજ છે. ર૦૦૭ની પશુધન વસ્‍તી ગણતરી પ્રમાણે ર૦૦૩ની પશુધન વસ્‍તી ગણતરીની સરખામણીમાં કુલ પશુધન વસ્‍તીમાં ૮.પપ% અને મરઘાં વસ્‍તીમાં ૬૪%નો વધારો નોધાયેલ છે. વર્ષ ર૦૧૨-૧૩માં રાજ્‍યમાં દૂધ ઉત્‍પાદન ૧૦૩.૧૫ લાખ મે. ટન નોધાયેલ છે, જે વર્ષ ર૦૧૧-૧૨ની સરખામણીએ પ.૦૭%નો વાર્ષિક વૃદ્ધિ દર સૂચવે છે. વર્ષ ર૦૧૨-૧૩ માં દેશનુ કુલ દૂધ ઉત્‍પાદન ૧૩૨૪ લાખ મે. ટન હતુ જે ગત વર્ષની સરખામણીએ વાર્ષિક વૃદ્ધિ દર ૩.૫૪% દર્શાવે છે.

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation