પશુપાલન નિયામક
ઇવેન્ટ્સ

કૃષિ મહોત્સવ

રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ છેલ્લા આઠ વર્ષથી અખાત્રીજથી એક માસના સમયગાળા દરમ્યાન રાજ્ય વ્યાપી કૃષિ મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે.

કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિરથના રૂટ મુજબના ગામોમાં યોજાતી ગ્રામસભાઓમાં પશુપાલન ખાતાના તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુઉછેર, પશુઆરોગ્ય, પશુ આહાર અને પશુ સંવર્ધન વિશેની અધ્યતન માહિતી પુરી પાડી પશુપાલકો દ્વારા થતી પ્રશ્નોત્તરીના સંતોષકારક જવાબો આપવામાં આવે છે તથા રોગ નિદાન કેમ્પનુ આયોજન કરી પશુઓમાં વિના મુલ્યે સારવાર, રસીકરણ અને કૃત્રિમ બીજદાનની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

તદુપરાંત પશુપાલન વિષયક પુસ્તિકા તથા ચોપાનિયાનુ વિતરણ કરવામાં આવે છે. પશુપાલન વિષયક પોસ્ટર તથા ભીંતસુત્રો દ્વારા પ્રચારપ્રસારની કામગીરી હાથ ધરવામાં આવે છે.

વર્ષ ૨૦૦૫ થી શરૂ કરાયેલા કૃષિ મહોત્સવ દરમ્યાન પશુઓમાં ૩૨૭ લાખથી વધુ રસીકરણ તથા ૧૨ લાખથી વધુ પશુપાલકોને ઈનપુટ કીટ વિતરણ કરેલ છે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation