પશુપાલન નિયામક

મરઘાં વિકાસ

 • ૨૫ આર.આઈ.આર.પક્ષી એકમ, ૧૦૦ બ્રોઈલર પક્ષી એકમ, મરઘાં પાલકોને મરઘાં પાલન તાલીમ સાથે તાલીમ સ્ટાઇપેન્ડ જેવી સહાયકારી યોજનાઓથી મરઘાં પાલકોને પોષક આહાર પૂરો પાડવો તથા આર્થિક સ્થિતિમાં સુધારો કરવો.
 • મરઘાં પાલકો કે જેઓ મરઘાં ઉછેર કેન્દ્ર ચાલુ કરવા માંગતા હોય તેમને છ દિવસીય મરઘાં પાલન અંગેની તાંત્રિક તાલીમ સાથે તાલીમ સ્ટાઇપેન્ડ આપવું.
 • મરઘાં પાલકોને ‘નહિ નફો નહિ નુકશાન’ સાથે મરઘાં આહાર પૂરો પાડવા મરઘાં આહાર ઉત્પાદન એકમ કાર્યરત તથા રસીકરણ, સારવાર, ડીબિકીંગ જેવી તાંત્રિક સુવિધાઓ તથા તાંત્રિક માર્ગદર્શન આપવું.
 • મરઘાં આહાર અને તેના કાચા માલના જુદા જુદા તત્વોના પૃથ્થકરણ માટે મરઘાં આહાર ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે.
 • આ કામગીરીના અમલીકરણ માટે રાજ્યમાં ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક, મરઘા વિસ્તરણ/નિદર્શન કેન્દ્રો, મરઘાં સેવા કેન્દ્રો જેવી સંસ્થાઓ કાર્યરત છે.

મરઘાં વિકાસની લાભાર્થી યોજનાઓ

પ્રસ્તાવના

પશુ પેદાશના ૨૦૦૭ આંકડા મુજબ રાજ્યમાં કુલ ૯૧.૭૪ લાખ સુધારેલી જાતના મરઘાં તથા ૪૧.૯૯ લાખ દેશી મરઘાં એમ કુલ ૧૩૩.૭૩ લાખ મરઘાં છે. રાજ્યમાં મરઘાં વિકાસ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે કુલ ૧૧ ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક, ૫ જીલ્લા મરઘાં વિસ્તરણ કેન્દ્રો તથા ૧ ચણ ચકાસણી એકમ મળીને કુલ ૧૭ સંસ્થાઓ કાર્યરત છે. વધુમાં રાજ્યમાં મરઘાં વિકાસ અને વિસ્તરણ પ્રવૃત્તિ માટે કુલ ૮૫ મરઘાં સેવા કેન્દ્રો કાર્યરત છે. રાજ્યમાં નવા ઉદ્યોગ સાહસિકો માટે મરઘાં ઉત્પાદન નું મૂળ જેવું કે સુધારેલ જર્મ પ્લાઝમ ના એક દિવસીય બચ્ચાં અને સંતુલિત મરઘાં આહાર મરઘાં પાલાકોના દરવાજા સુધી પહોચાડવામાં આવે છે

પ્રવૃત્તિઓ

 • સ્થાનિક મરઘા ઉછેર કેન્દ્ર
 • જિલ્લા મરઘા ઉછેર કેન્દ્ર

ઉદ્દેશો

 • એક દિવસના બચ્ચાં કે જેઓ ઉત્પાદન માટે સારા વારસાગત લક્ષણો ધરાવતા હોય તે પુરા પાડવા.
 • વ્યાજબી ભાવે સંતુલિત મરઘાં આહાર પૂરો પાડવો.
 • મરઘાં પાલકો કે જેઓ મરઘાં ઉછેર વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય તેમને છ દિવસીય મરઘાં પાલન અંગેની તાંત્રિક તાલીમ આપવી.

સબસિડી યોજનાઓ

 • અનુસૂચિત જાતિ વર્ગના લાભાર્થીઓ માટે
 • આર્થિકરીતે નબળા વર્ગના લાભાર્થીઓ માટે
 • અનુસૂચિત જનજાતિ વર્ગના લાભાર્થીઓ માટે
 • ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક/જિલ્લા મરઘાં વિસ્તરણ કેન્દ્ર હસ્તકના મરઘાં કેન્દ્રોની માહિતી
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation