પશુપાલન નિયામક

ઘેટા વિકાસ

ઘેટા અને ઊંન વિકાસ

પશુઘન વસ્તીગણતરી ર૦૧૨ મુજબ રાજયમાં ૧૭.૦૮ લાખ ઘેટાંની વસ્તી છે. રાજયમાં ૭૦ % થી વઘારે સંખ્યામાં ઘેટાં અને બકરાં નાના / સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો ઘ્વારા પાળવામાં આવે છે. રાજયમાં ઘેટાંની વસ્તી મોટે ભાગે સૌરાષ્ટ અને ઉતર ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે.

ઘેટાંના ટોળાઓમાં નર ઘેટાં, માદા ઘેટીઓ અને બચ્ચાંઓની ટકાવારી અનુક્રમે ૯.પ૯ % , ૬૪.૪૦ % અને ર૬.૦૧ % મુજબ જોવા મળે છે. આશરે ૬૮.પ % ઘેટાંના ટોળા સ્થાયી હોય છે. જયારે ૩૧.૪૩ % ઘેટાંના ટોળા સ્થળાંતરિત હોય છે. રાજયમાં ઘેટાં અને ઉન વિકાસની પ્રવૃતિઓમાં નોંઘપાત્ર સુઘારો જણાયેલ છે અને પ્રવૃતિના વિકાસને નોંઘપાત્ર અવકાશ છે. કારણ કે રાજયના કુલ પશુઘનના ૬.૨૯ % હિસ્સો ઘેટાંનો છે. રાજયમાં પશુપાલન ખાતુ અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ હસ્તકનાં ૫(પાંચ) જિલ્લા ઘેટાં વિસ્તરણ કેન્દ્રો, ૫(પાંચ) ઘનિષ્ટ ઘેટાં વિકાસ ઘટક, ૧ (એક) લાર્જ સ્કેલ શીપ બ્રીડીંગ ફાર્મ અને ર (બે) સ્થળાતરિત ઘેટાં બકરાંના ટોળા માટેના સેવા કેન્દ્રો ના કુલ ૧૭૯ પેટા કેન્દ્રો ઘ્વારા રાજયના ઘેટાં અને બકરાં પાલકોને તાંત્રિક અને વિસ્તરણ સેવાઓ જેવી કે સારવાર,રસીકરણ, કૃમિનાશક દવા પીવડાવવી, ગેમેક્ષીન છંટકાવ, ખસીકરણ વગેરે પૂરી પાડવામાં આવે છે. ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ ઘ્વારા રાજયના ઘેટાં પાલકોને ઉન તથા ઉનની પેદાશોના વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાની સગવડો પૂરી પાડવામાં આવે છે.

ઘેટાંની ઓલાદો

રાજયમાં ઘેટાંની મુખ્યત્વે ત્રણ ઓલાદ જોવા મળે છે. જેવી કે (૧) પાટણવાડી (ર) મારવાડી અને (૩) ડુમા

પાટણવાડી

આ ઓલાદ તેના રોમન આકારનું નાક તથા ઘેટાંનું મોઢા (ચહેરાથી) ગળા સુઘીનો તથા ચારેય પગ ઢીચણથી નીચે કથ્થાઈ થી ઘેરા કથ્થાઈ રંગ માટે જાણીતી છે. તેનું શરીર બેઠા ઘાટનું હોય છે. કુલા સહેજ દબાયેલા અને પેટ લચીલુ હોય છે. કાન વળેલા ટયુબ આકારના અને મઘ્યમ કદના હોય છે. આ ઓલાદના ઘેટા શીગડા વગરના હોય છે.

મારવાડી

આ ઓલાદ કાળુ માથુ ઘરાવતા પર્સીયન ઘેટાંને મળતી આવે છે. પરંતુ તે કદમાં નાનુ અને દેખાવે સુંદર લાગે છે. આ ઓલાદની કઠણ ક્ષમતા (પ્રબળ સહન શકિત) ઘરાવવાની લાક્ષણિકતાના લીઘે વારંવાર પડતા દુષ્કાળ સમયે સ્થળાંતર કરવામાં ઘણા ઉપયોગી છે.

ડુમા

રંગ આછા ભુરાથી કથ્થાઇ, કાન લાંબા, પૂછડી લાંબી, આંખો ચળકતી, શરીર મજબૂત હોય છે. તથા આ ઓલાદના ઘેટાં શરીરે વઘુ વજનદાર અને વઘારે દૂઘ ઉત્પાદનવાળા હોય છે. આ જાનવરો રાજયના સુરેન્દ્રનગર ,ભાવનગર અને રાજકોટ જિલ્લામાં જોવા મળે છે.

ઘેટાં સંવર્ધન પ્રક્ષેત્રો

પરંપરાગત ધેટાપાલકો તેઓના ઘેટાઓના ટોળાઓમાં તેઓની પોતાની આગવી કોઠાસૂઝ પ્રમાણે પસંદગીના ધોરણે સંવર્ધન કરે છે.પશુપાલન ખાતાએ પણ પાટણવાડી અને મારવાડી ઘેટાની જાતોની સુધારણા માટે આ પઘ્ધતિ (પસંદગીના ધોરણે સંવર્ધન) અપનાવેલી છે. ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા, પસંદગી પામેલ ઉચ્ચ કોટીના નર ઘેટા, રાજયના ચાર ઘેટા સંવર્ધન પ્રક્ષેત્રો ખાતે તૈયાર કરવામાં આવે છે અને ક્ષેત્રિય કક્ષાએ ઘેટાંપાલકોને સંવર્ધન હેતુ માટે પૂરા પાડવામાં આવે છે. આ ચાર પ્રક્ષેત્રોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

અ.નં. પ્રક્ષેત્રનુ નામ જાળવવામા આવતી ઓલાદ
ઘેટા સંવર્ધન ફાર્મ – મોરબી જિ. મોરબી પશુપાલન ખાતુ ગુજરાત રાજય પાટણવાડી અને મારવાડી
ઘેટાં સંવર્ધન ફાર્મ-નલિયા જિ. કચ્છ પશુપાલન ખાતુ ગુજરાત રાજય પાટણવાડી
ઘેટા સંવર્ધન ફાર્મ-મોરબી જિ. મોરબી પશુપાલન ખાતુ ગુજરાત રાજય પાટણવાડી અને મારવાડી, ડુમા
લાર્જ સ્કેલ શીપ બ્રીડીંગ ફાર્મ-જસદણ જિ. રાજકોટ ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ પાટણવાડી, મારવાડી, ડુમા રેમ્બ્યુલે, રશીયન મેરીનો, સંકર

આ ઘેટાં સંવર્ધન પ્રક્ષેત્રો ખાતે તૈયાર કરવામાં આવેલ નર ઘેટાં, ઘેટાંપાલકોને સંવર્ધનના હેતુ માટે રૂા.૪૦૦/-ની નજીવી કિંમતે પૂરા પાડવામાં આવે છે. જે નર ઘેટાંના સંવર્ધન થી જે તે ઘેટાંના ટોળાઓમાં જન્મેલ નર ઘેટાઓ પૈકી સારી ગુણવતા વાળા નર ઘેટાંઓને સંવર્ધનના હેતુ માટે પ્રમાણિત કરવામાં આવે છે. નર ઘેટાં પ્રમાણિત કરવા અને સંવર્ધન માટે પૂરા પાડવાની કામગીરી રાજયમાં કાર્યરત જિલ્લા ઘેટાં વિસ્તરણ કેન્દ્રો, ઘનિષ્ટ ઘેટાંબકરાં વિકાસ ઘટકો તથા સ્થળાંતરિત થતા ઘેટાં બકરાંના ટોળા માટે સેવા કેન્દ્રો ઘ્વારા કરવામાં આવે છે.

બકરા વિકાસ

 • રાજયમાં લગભગ ૪૯.૫૮ લાખ બકરાંઓની વસ્તી છે. જે રાજયમાં ઘેટાંઓની વસ્તી કરતાં લગભગ ત્રણ ગણી વઘારે છે. રાજયમાં બકરાંની મુખ્ય ઓલાદો કચ્છી, મહેસાણી, સુરતી, ઝાલાવાડી અને ગોહીલવાડી છે.
 • પશુપાલન ખાતાનું નાના પાયા પર એક બકરા સંવર્ધન પ્રક્ષેત્ર -મોરબી ખાતે આવેલું છે. જયાં ઝાલાવાડી ઓલાદનાં બકરાંનો ઉછેર અને સંવર્ધન પસંદગીની સંવર્ધન પઘ્ધતિથી કરવામાં આવે છે. મોરબી ખાતે બકરાંનુ રાષ્ટ્રીય નિદર્શન એકમ કાર્યરત છે જે સ્થાનિક બકરાં પાલકોને જરૂરી નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડે છે. ખાસ અંગભૂત યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને, જનરલ કેટેગરી લોકોને અને અનુસુચિત જનજાતિ ની મહિલા લાભાર્થીઓને બકરાં એકમની સ્થાપના માટે સહાય આપવામા આવે છે.સામાન્ય રીતે બકરાપાલનનો વ્યવસાય માંસ અને દૂધ માટે કરવામાં આવે છે.
 • જયાં ચારાની અછત હોય તેવા વિસ્તારોમાં બકરાનો ઉછેર સહેલાઈથી થઈ શકે છે,જયાં દૂધાળા પશુઓનો નિભાવ થઈ શકતો નથી.જે ચારાથી અન્ય વર્ગના પશુોઓનું મોત થઈ શકે છે તેવા ચારા પર બકરામાં નિભાવાની ક્ષમતા રહેલી છે. બકરીને ગરીબની ગાય કહેવામાં આવે છે.ઘેટા કરતા બકરાની આર્થિક ઉત્પાદન ક્ષમતા ધણી વધારે હોય છે. શૂન્ય રોકાણના પાયા ઉપર ઘેટા કરતા બકરાં ૧૬૦% વધારે નફાકારક અને દૂધાળા પશુ(ગાય) કરતાં ૧૩૦% વધારે નફાકારક છે. બકરાંમાં ખોરાકમાંથી માંસ અને દૂઘમાં રૂપાંતર (ઉત્પાદન) કરવાની ક્ષમતા ઘણી ઉંચી છે.
 • રાજ્યમાં કોંઢ જિ. ભરૂચ ખાતે સુરતી ઓલાદ માટે , નલિયા (કચ્છ) ખાતે કચ્છી ઓલાદ માટે, મોટા જામપુરા તા. કાંકરેજ (બનાસકાંઠા) ખાતે મહેસાણી ઓલાદ માટે, મોરબી ખાતે ઝાલાવાડી અને ગોહિલવાડી ઓલાદ માટે બકરાં સંવર્ધન ફાર્મની સ્થાપના કરવામાં આવેલ છે.
ઓલાદ લક્ષણો સંવર્ધન ક્ષેત્ર ફોટોગ્રાફ
મહેસાણી શરીરનો રંગ કાળો લાંબા અને જથ્થાદાર વાળ, કાન સફેદ, શીંગડા ઉપર થઈ પાછળ તરફ સ્પાઈરલ આકારે વળેલા, સુવિકસિત અડાણ, આંચળ શંકુ આકારના દૂઘ ઉત્પાદન ૧.૩ર કિ.ગ્રા/દિવસ મહેસાણા , અમદાવાદ, બનાસકાંઠા
ઝાલાવાડી શરીરનો રંગ કાળો લાંબા વાળ લાંબા અને પહોળા પાંદડા આકારના કાન, સુવિકસિત અડાણ, આચંળ શંકુઆકારના દૂઘ ઉત્પાદન -ર કિ.ગ્રા / દિવસ સુરેન્દ્રનગર,રાજકોટ
કચ્છી શરીરનો રંગ કાળો, શરીર પર સફેદ ટપકાં લાંબા-પહોળા કાન, દૂઘ ઉત્પાદન -૧.૮ કિ.ગ્રા/દિવસ કચ્છ
સુરતી શરીરનો રંગ સફેદ, પાછળ તરફ જતા ટૂંકા શીગડાં, મઘ્યમ કદના કાન, સુવિકસિત અડાણ, દૂઘ ઉત્પાદન ર.પ કિ.ગ્રા/દિવસ વડોદરા, પંચમહાલ, સુરત,દાહોદ
ગોહીલવાડી શરીરનો રંગ કાળો લાંબા વાળ લાંબા ઉપર જતા સર્વાકાર શીગડા ટયુબ આકારના કાન દૂઘ ઉત્પાદન ૧.૭ કિ.ગ્રા/દિવસ ભાવનગર, અમરેલી, જૂનાગઢ

ઘેટાં-બકરાં અને ઊન વિકાસ:-

 • ઘેટાં બકરાંની તંદુરસ્તી જળવાય તે માટે ગ્રામ્ય કક્ષાએ ડ્રેન્ચીંગ કેમ્પો અને રસીકરણ કેમ્પોનુ આયોજન કરવામાં આવે છે.તથા ઘેટા-બકરાંમાં સઘન કૃમિનાશક દવા પીવડાવવાની યોજના હેઠળ વર્ષમાં બે વાર ડીવર્મીંગ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવે છે.
 • ઉચ્ચ કક્ષાનુ ઊન ઉત્પાદન કરી શકાય તે માટે સારી ઓલાદના નર બચ્ચાં ઉત્પન્ન કરી સંવર્ધન માટે ઘેટાં-બકરાં પાલકોને નજીવી કિંમતે પુરા પાડવામાં આવે છે.
 • વધુ નફાકારક ઘેટા-બકરાં પાલન અંગેની તાલીમ શીબીરોનુ આયોજન કરવામાં આવે છે.
 • રાજ્યમાં બકરા-પાલન કરી પોતાનુ ગુજરાન ચલાવી આર્થિક રીતે સધ્ધર થાય તે માટેની વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓ અમલમાં છે.
 • આ કામગીરીના અમલીકરણ માટે ઘેટાં-બકરાં સંવર્ધન ફાર્મ, ઘનિષ્ઠ ઘેટાં-બકરાં વિકાસ ઘટક તળેના ઘેટાં સેવા-કેન્દ્રો અને ગુશીલ(ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ) જેવી સંસ્થાઓ કાર્યરત છે.
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation